આક્રોશ:સત્તાધિશોને પૈસાની ભૂખ ન મટે તો ખુલીને કહો ઉઘરાવી લાવીને આપીશું: એબીવીપી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં છાત્રોની ફી માફી પરિપત્ર મામલે કુલપતિ સામે વિરોધ યથાવત
  • છાત્રાના હિતમાં નિર્ણય લેવા બાહ્યધરી માંગતાં કુલપતિએ કહ્યું કારોઆક્રોશ બારીમા ચર્ચા કરીશું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ દ્વારા છાત્રાઓની ફી માફીનો પરિપત્ર રદ કરતાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા કુલપતિ સામે ગેરહાજરીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું ત્યારે મંગળવાર કુલપતિ વહીવટી ભવનમાં આવતા એબીવીપીના કાર્યકરો દ્વારા ભારે પરિપત્ર માન્ય રાખવાની માંગ સાથે રજુઆત કરી સત્તાધીશ અને સંચાલકોને પૈસાની ભૂખ ન મટે તો ખુલીને કહો અમે છાત્રો ઉઘરાવી લાવીને તમને આપીશું તેવા ઉગ્ર શબ્દો સાથે આક્રોશ વ્યક્ત કર્યા હતા.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે.વોરા દ્વારા પરિપત્ર રદ કર્યા બાદ આખરે બે દિવસ પછી મંગળવારે પોતાની ચેમ્બરમાં દેખાયા હતા. કુલપતિ આવતા જ એ.બી.વી.પીના કાર્યકરો છાત્રોની ફી માફ કરવામાં આવે તેવી માંગ સાથે ચેમ્બરમાં ધસી આવ્યા હતા. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીના હિત માટે યોગ્ય નિર્ણય લેવા કુલપતિ સમક્ષ ભારે રકઝક કરતા અંતે કુલપતિ દ્વારા કારોબારીમાં વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા કરીને નિર્ણય લેવાશે તેવી બાંયધરી આપતાં એબીવીપી દ્વારા તેમને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા અંગે લેખિતમાં જવાબ આપવા માટે કહેતા કુલપતિ કારોબારીમાં નિર્ણય લેવાનો પ્રત્યુત્તર આપ્યો હતો.

આજે ઉ.ગુ.ના ABVPના હોદેદારો આંદોલન કરશે
એબીવીપી પાટણ પ્રમુખ વિક્રમ જોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં જ્યાં સુધી નિર્ણય નહી લેવાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે.બુધવારે ઉ.ગુ.માંથી છાત્રો તેમજ એબીવીપીના હોદ્દેદારોને વહીવટી ભવનમાં એકત્ર કરી આક્રમક આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...