તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાટણના વત્રાસર તળાવમાંથી વરસાદી પાણી પાછું પડશે તો અગાસીયા કેનાલના દરવાજા બંધ કરાશે

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખાલકપરામાં સ્ટ્રોમવોટર લાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ. - Divya Bhaskar
ખાલકપરામાં સ્ટ્રોમવોટર લાઈન નાંખવાની કામગીરી શરૂ કરાઈ.
 • ટેલિફોન એક્સચેન્જ ત્રણ રસ્તથી ખુલ્લી કેનાલ પર કોમર્શિયલ બ્લોડ ડ્રેનેજ બનાવવા વિચારણા

પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સાત જેટલા રિચાર્જ વેલ અને 15 જેટલી સ્ટ્રોમવોટર લાઈનની સફાઈ કરાઈ છે. વરસાદનું પાણી વત્રાસર તળાવ, પિતાંબર તળાવ અને આનંદ સરોવરમાં થઈ આગળ નિકાલ થશે. વસ્ત્રાસર તળાવનું લેવલ ઊંચુ હોવાથી ત્યાંથી પાણી બેક મારતું હતું અને અગાસીયા આજુબાજુ ભરાવો થતો હતો. આ પ્રશ્ન હલ કરવા અગાસીયા કેનાલ પર ગેટ બનાવી દેવતાં પાણી બેક મારશે તો ગેટ બંધ કરી દેવાશે તેમ પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

શહેરના જે વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર કામગીરી પૂરી થઈ છે તેમાં ઝિણી રેતથી મીરા દરવાજા, અઘારા દરવાજા, શીતળા માતા મંદિર, પારેવા સર્કલ, નવજીવન ચોકડી બી ડિવિઝન રસ્તો અને ખાડીયાથી શત્રુંજય ફ્લેટ થઈ આનંદ સરોવર સુધી લાઈન પૂરી થઈ છે. હાલમાં ખાલકપૂરા લાઈનનું કામ ચાલી રહ્યું છે જ્યારે કાળકા મંદિર તરફ હેરિટેજ રોડ ઉપર કામગીરી બાકી છે. ટેલિફોન એક્સચેન્જથી અગાસીયા તરફ જે ખુલ્લી કેનાલ છે તેના ઉપર હાલમાં જેટલી ગ્રાન્ટ ઉપલબ્ધ છે તેમાંથી ડ્રેનેજ બનાવવા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ અને ચીફ ઓફિસર પાંચાભાઇ માળી વચ્ચે ચર્ચા વિચારણા થયા બાદ તકનીકી અભિપ્રાય લેવાશે.

વરસાદી પાણી ભરાઈ રહેતા વિસ્તારો

 • ચિત્રકૂટ સોસાયટી અને આજુબાજુની સોસાયટી
 • બી એમ હાઇસ્કુલ રોડ
 • માર્કેટયાર્ડ રેલવે ગરનાળા
 • પિતાંબર તળાવ વિસ્તાર
 • કર્મભૂમિ સોસાયટી
 • વીછુ ખાડ
 • નવજીવન ચોકડી
 • કે કે ગર્લ્સ સ્કૂલ
 • પારેવા સર્કલ
 • રેડક્રોસ ભવન રોડ
અન્ય સમાચારો પણ છે...