તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીલ ભડક્યા:ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરોનું અપમાન કરશે તો જરાય સાંખી નહીં લેવાય : પાટીલ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રદેશ અધ્યક્ષે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો
  • બુથ વાઈઝ લોક સેવાનાં કામો કરવા કાર્યકરોને સૂચના આપી, કેજરીવાલ પર પાટીલ ભડક્યા

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પાટણ માર્કેટયાર્ડ હોલ ખાતે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ જો કાર્યકર્તાઓનું અપમાન કરશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. કારણ કે ચૂંટાયેલ પ્રતિનિધિ પણ કાર્યકર્તાં જ હતો. ચૂંટાયા પછી બાકીના લોકોને સાંભળવા અને નાના મોટા કામ માટે આવે તો પ્રાથમિકતા આપવી જોઈએ તેવી શીખામણ આપી હતી.

આ ઉપરાંત જિલ્લામાં દરેક જગ્યાએ બુથમાં કમિટી ન બની હોય તો અઠવાડિયામાં બનાવી દેવા માટે સુચના આપી હતી. સુકન્યા સહિતની સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા વૃક્ષારોપણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પાટણની સબરીમાલા હોસ્પિટલનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું.

કેજરીવાલને જુઠ્ઠુ બોલવાની ટેવ છે: પાટીલ
ભાજપના એક કાર્યકર આપમાં જોડાવવા અંગે પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર્તા આપમાં ક્યારે જઇ શકે નહીં. ભાજપ પાસે 1.14 કરોડ જેટલા કાર્યકર્તાઓ છે આપ વાળા એકાદ કાર્યકર્તાને ઉભો કરી પ્રચાર કરે છે એકાદ કાર્યકર્તાના કારણે ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ કેજરીવાલને જૂઠું બોલવાની ટેવ છે.

અન્ય સમાચારો પણ છે...