• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ICDS Component Patan Organized A Fair Under Nutrition And Health Oriented Scheme, Dr. Rajul Desai Gave Information About Various Schemes

કિશોરી મેળો:ICDS ઘટક પાટણ દ્વારા પોષણ અને આરોગ્યલક્ષી યોજના અંતર્ગત મેળો યોજાયો, ડો. રાજુલ દેસાઈએ વિવિધ યોજનાની જાણકારી આપી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિલા અને બાળ વિકાસ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત પોષણ અને આરોગ્ય લક્ષી યોજના અંતર્ગત ગુરૂવારના રોજ આઈસીડીએસ ધટક પાટણ દ્વારા શહેર ના આંબેડકર હોલ ખાતે 15 થી 18 વષૅ ની કિશોરીઓને પોષણ અને આરોગ્ય લક્ષી માગૅદશૅન પુરૂ પાડવાના ઉદેશ સાથે કિશોરી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ ખાતે આયોજિત આ કિશોરી મેળોનું ડો. રાજુલબેન દેસાઈ એ ઉદધાટન કરી ઉપસ્થિત 15 થી 18 વષૅ ની કિશોરીના સ્વાસ્થ્ય ને લગતી સરકાર દ્વારા કાયૅરત વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી કિશોરીઓ સાથે મુક્ત મને ચર્ચા વિમર્શ કરી હતી.

આ કિશોરી મેળામાં ડો.રાજુલબેન દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પાટણ નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, આઈસીડીએસ ધટક પાટણ ના ઉર્મિલાબેન પટેલ સહિત પાટણ નગર પાલિકા ના મહિલા કોપૉરેટરો, ભાજપના આગેવાનો ,કાયૅકરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...