ચાર વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ:'મારે બીજી છોકરી લાવવી છે, તુ મને છૂટાછેડા આપી દે' એમ કહી પાટણમાં પતિએ પત્નીને ત્રાસ આપ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને ભણવાની ઇચ્છા છતાં સાસરિયાઓએ ભણવા પણ નહોતી દીધી

પાટણમાં ચાણસ્માં હાઇવે ટેલીફોન એક્સ્ચેન્જ રોડ, લીલીવાડી પાસે આવેલી ગુરૂનગર સોસાયટીમાં એક પરિવારમાં પરણાવેલી અને અમદાવાદમાં પિયર ધરાવતી યુવતીને આગળનો ઉચ્ચ અભ્યાસ કરવો હોવા છતાં તેના પાટણ ખાતેનાં સાસરીયા તેને નહ ભણવા દઈને તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પરિણીતાએ નોધાવી છે.

પિતા પાસેથી પૈસા લઇ ક્લાસ શરૂ કર્યા
પાટણમાં ગુરૂનગર સોસાયટીમાં રહેતા યુવક સાથે અમદાવાની યુવતીના લગ્ન 2018માં થયા હતા. જેમને 8 માસનો દિકરો પણ છે. લગ્ન પછી શરૂઆતમાં સારી રીતે રાખતા હતા. પરંતુ બાદમાં લગ્નનાં 6 માસ બાદ પરિણીતાએ પોતાને એમ.બી.એ. કરવું છે તેમ જણાવ્યું હતું. તથા સરકારી નોકરી માટે તેણે પાટણમાં ક્લાસ જોઇન પણ કર્યા હતા. જે સામે તેનાં પતિ સહિત સાસરીયાંનો વિરોધ છતાં તેણે તેની માતા પાસેથી પૈસા લઇને અભ્યાસ શરૂ કર્યો હતો.

સાસરિયાઓએ ક્લાસ બંધ કરાવ્યા
પરિણીતાનાં આક્ષેપ પ્રમાણે તેનાં સાસરિયાંએ ઝઘડો કરીને તેનાં ક્લાસ બંધ કરાવી દીધા હતા. તેને ઘરમાંથી બહાર જવા દેવાતી નહોતી તથા પડોશીઓ સાથે બોલવા દેવામાં આવતી નહોતી. તેની પર ખોટો વહેમ રાખીને તેને ઘરમાંથી નિકળી જવાનું કહેતા હતા. પરિણીતાનો પતિ ડીસા ખાતે નોકરી કરતો હોવાથી તેને ચઢામણી કરતા હતા. સાસરીયાંનાં કથિત ત્રાસથી ત્રાસીને પરિણીતાએ તેનાં પતિને અલગ રહેવા જવાનું કહેતાં તેને ઘરની બહાર કાઢી મુક્તા તે મહેસાણા રહેવા ગઇ હતી.

'મારે બીજી લાવવી છે' કહી પતિ ઝઘડો કરતો
ત્યારબાદ તા. 30/3/22નાં રોજ તેને તેનાં પતિએ 'મારે બીજી છોકરી લાવવી છે, તુ જતી રહે.' તેમ કહી છુટાછેડા આપી દેવા દબાણ કર્યું હતુ. આ દરમિયાન પરિણીતાના પતિને ધંધાર્થે અમદાવાદ જવાનું થતાં બંને જણા અમદાવાદ રહેવા ગયા હતા અને ત્યાંથી નડીયાદ ગયા હતા. તે વખતે પરિણીતા પ્રેગનેન્ટ હોવાથી તેની સાથે ઝઘડો કરીને તેને તેના પિતાનાં ઘરે મૂકી બાદમાં બંને પક્ષો વચ્ચે થોડી સમજાવટ થતાં, હેરાન ન કરવાની ખાત્રી આપ્યા બાદ પાટણમાં સાસરીયાં રહેતી હતી. ગત મે માસમાં પરિણીતાના દિકરાને ઉલટીઓ થતાં તેને દવાખાને લઇ જવા બાબતે પતિને જાણ કરતાં પતિએ ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો.

ચાર સામે ફરિયાદ
આ ઉપરાંત સાસરિયાઓએ પરિણીતાને માર માર્યો હતો. મોબાઇલ પડાવીને તેને પિયર જતા રહેવાનું કહી ધમકીઓ આપી હતી. જેથી પરિણીતાએ તેનાં માં-બાપને ફોન કરીને પોતાને જીવવું નથી તેમ કહેતાં તેનાં મા બાપ પાટણ આવ્યા હત. ત્યારબાદ પરિણીતાએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી. આ બનાવ અંગે પોલીસે ચાર જણા સામે આઇપીસી 498(ક) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...