નિવેદન:પાટણની ઐતિહાસિક ધરાને ગૌરવ સાથે વંદન કરું છું : મંત્રી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગજેન્દ્રસિંહ પરમારનું પ્રવચન

પાટણ ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે નવીન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના સહિતની જનકલ્યાણલક્ષી યોજનાઓના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગજેન્દ્રસિંહ પરમારનો પ્રથમ જાહેર કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. જેમાં તેમને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મંત્રીપદ મળ્યા પછી સૌપ્રથમ વાર પાટણ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છું ત્યારે પાટણની ઐતિહાસિક અને પાવન ધરાને ગર્વ સાથે લાખ લાખ વંદન કરૂં છું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. સમાજના તમામ વર્ગોની પ્રધાનમંત્રી દરકાર લે છે. તેમના માટે અનેકવિધ યોજનાઓ અમલી કરતા લાખો લોકોને લાભ મળી રહ્યો છે.આ પ્રસંગે કે.સી.પટેલ અને અન્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...