યુનિવર્સિટી MBBS ગુણ સુધારણા કૌભાંડ:"હું કસૂરવાર નથી એટલે દોષિતોને શોધી કાઢવા જ મેં સરકાર પાસે સમય માગ્યો'

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી MBBS ગુણ સુધારણા કૌભાંડ મામલે કુલપતિનું નિવેદન
  • કુલપતિએ ઊંડાણથી તપાસ કરવા સરકાને પત્ર લખીને સમય માગ્યો

ઉ.ગુ. યુનિવર્સિટીમાં બહાર આવેલ એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિત દોષિતો સામે કાર્યવાહી કરવા સરકારે આદેશ કર્યો હોય આ બાબતે વધુ તપાસની જરૂર હોય કસૂરવારો સામે કાર્યવાહી કરવા માટે કુલપતિ દ્વારા સરકાર સમક્ષ સમય માગવા માટે પત્ર લખ્યો છે. કુલપતિએ બચાવ રજુ કરતા જણાવ્યું હતું કે મારી કૌભાંડમાં કોઇ સંડોવણી નથી કસૂરવારોને બહાર લાવીને કાર્યવાહી કરવામાં આવશે.

યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓને નપાસ માંથી પાસ કરવાનું કૌભાંડ અધિક સચિવની તપાસમાં સાબિત થયું હોય સરકારે સાત દિનની અંદર દોષિતો સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હોય છે.કૌભાંડોમાં દોષિત સાબિત થયેલ કુલપતિ કારોબારીના ચેરમેન હોય કારોબારી ના બોલાવી આ બાબતે કસૂરવારને જ સજા થાય માટે દોષિતો સામે જ કાર્યવાહી થાય તે ઊંડાણપૂર્વકની તપાસ કરવા સમય આપવા માટે શનિવારે શિક્ષણ વિભાગ સરકારને પત્ર લખવામાં આવ્યો છે. કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું કે ગેરરીતિ થઈ છે.પરંતુ ગેરરીતિ કોઈ એકાદ બે લોકોએ બધાને અંધારામાં રાખીને કરી છે.હું સ્પષ્ટ કહું છું કે હું આ બાબતે કંઈ જાણતો નથી.મારી જાણ બહાર બધું થયું છે.એટલે જ આ બાબતે તપાસ સોંપી હતી.બે લોકોના ગુનાની બધાને સજા કરી શકાય નહીં.એટલે ખરેખર જે લોકોએ આ ગેરીરીતિ કરી છે.

અન્ય સમાચારો પણ છે...