એક વર્ષ બાદ ફરિયાદ:પાટણની પરિણીતાના ફોનમાંથી પતિએ 16 હજાર ટ્રાન્ફર કરી લીધા, સવાલ કરતા માનસિક ત્રાસ આપ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પતિ સાસુ-સસરા નંણદ સામે ફરિયાદ નોંધાવી

પાટણની યુવતીના સાડા ચાર વર્ષ અગાઉ વડનગર તાલુકાના સુંઢીયાગામના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન પરણિતા નોકરી કરતી હતી. તે મોબાઇલમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરીને રૂ.16 હજાર પતિએ કાઢી લેતા ઝઘડો થયો હતો. આ અંગે પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે એક વર્ષ બાદ પતિ સાસુ-સસરા નંણદ સામે ફરિયાદ નોંધાવી છે.

પાટણ શહેરની યુવતીના લગ્ન સાડાચાર વર્ષ અગાઉ વડનગર તાલુકાના સુંઢીયાગામના યુવક સાથે સાથે થયા હતા તેઓના લગ્ન જીવન દરમિયાન તેઓ સુરત ખાતે ભાડે મકાન રાખીને પરીવાર સાથે રહેતા હતા. ત્યારે પરિણીતા નોકરી કરતી હતી. તેના સાસુ- નંણદ તને સારુ જમવાનુ બનાવતા નથી આવડતુ તેમ મેણા ટોળા મારતા હતા.

પત્નીએ પતિને ઘર બાબતે પુછતા તેઓએ તારા પિયરથી કંઇ લાવી નથી તેમ કહી મેણા ટોળ મારતા હતા. પરિણીતાના પતિએ તારીખ 19/05/2021 નારોજ તેના મોબાઇલ મારફતે એકાઉન્ટમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી ખાતામાંથી રૂ.16 હજાર કાઢી લીધા હતા.

આ બાબતની પરિણીતાને બીજા દિવસે જાણ થતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સહિત સાસરીયા સભ્યોએ મારઝૂડ કરવા લાગ્યા હતા. તેથી રિસાઇને પરિણીતા પાટણ મુકામે આવીને બનાવની તમામ હકિકત પિયરના સભ્યોને કરી હતી. આ અંગે પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...