કાઉન્સેલીંગ:પતિએ કૌટુંબિક મહિલા સાથે અનૈતિક સંબંધ બાંધી પત્નીને ત્રાસ આપી કાઢી મૂકતાં 181ની મદદથી લગ્નજીવન બચ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 181ની ટીમ સમક્ષ પતિએ સુધરવા તક માંગતા લગ્ન જીવન બચાવવા પત્નીએ તક આપી

પાટણ પંથકના એક ગામમાં પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં પત્નીનું સૂખી લગ્ન જીવન ભંગાણ ના આરે આવીને ઊભું રહેતાં હિંમત કરી પત્નીએ પતિ સામે કાર્યવાહી કરવા 181 અભ્યમની મદદ માંગી હતી પણ લગ્ન જીવન તૂટતું અટકે તે માટે કાઉન્સેલર દ્વારા સમાધાનના પ્રયાસ કરતાં અંતે પતિએ સુધરવા માટે તક માંગતા બંનેનો સંસારરૂપી માળો વિખેરાતો અટકયો હતો.

પાટણના એક ગામમાં પરિણીત યુવાનને કૌટુંબિક અન્ય પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થતાં પત્ની દ્વારા અનૈતિક સંબંધનો વિરોધ કરતાં પતિએ તેને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. અંતે મહિલાનું લગ્ન જીવન ભંગાણ થવાનાં આરે આવતા પત્નીએ આ અંગે પાટણ 181 અભયમને જાણ કરતાં કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકી મહિલા પોલીસ પ્રિયંકાબેન સાથે તેણીના ઘરે ગયા હતા. ત્યાં મહિલાને મળી હકીકત જાણી હતી.

અંતે પત્ની ની દયનીય હાલત અને પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસ અંગે પતિને બોલાવી પૂછપરછ કરી હતી.હાલમાં આવા કોઈ સંબંધ ન હોય લગ્ન જીવન ન તૂટે તે માટે અંતે બન્ને પતિ પત્નીનું ટીમે કાઉન્સલીંગ કરી સમજાવી સમાધાન કરાવતા લગ્ન જીવન તૂટતું અટકયું હતું.

હવે ત્રાસ આપશે તો પોલિસ ફરિયાદ કરીશ: પત્ની
મારા એક વર્ષ અગાઉ લગ્ન થયા છે. મારુ લગ્નજીવન પરસ્ત્રીના કારણે બગડી ગયું છે. હાલમાં 181 અભયમ ટીમે સમાધાન કરાવ્યું છે જેમાં મારા પતિએ હવે કોઈ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખે અને તેની સાથે યોગ્ય વ્યવહાર કરશે તેવી ખાતરી આપી સુધરવા માટે એક તક માંગતા સમાધાન કર્યું છે. પરંતુ જો હવે ત્રાસ આપશે તો હું મારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવીશ તેવી ચીમકી આપી છે.

બે મહિલાઓની જિંદગી બરબાદ ન થાય માટે પતિને સમજાવતા માની ગયો: કાઉન્સેલર
181 અભયમ ના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધમાં બંને મહિલાઓ ની જિંદગી બગડી શકે તેમ હોય યુવકને યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી કાઉન્સેલીંગ કરવામાં આવતા તે સમજી અને માની જતા અમે બંનેને સમાધાન કરાવી વિવાદનો અંત લાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...