ફરિયાદ:પ્રેમિકા કમાઈને આપે છે અને તું મારી પાસે ખર્ચ કરાવે છે કહી પતિએ પત્નીને કાઢી મૂકી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમારે બાળક જોઈતું નથી, તારા પીયરથી દહેજ લાવ કહીં ત્રાસ આપ્યો
  • સિદ્ધપુરના જાફરીપુરાનો પરિવાર મુંબઈ રહેતો હતો, પતિ પ્રેમિકા સામે ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના જાફરીપુરા ગામની વતની અને મુંબઈ ખાતે પતિ સાથે રહેતી મહિલાને તેના પતિ અને પ્રેમિકા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી તેને ગર્ભ રહેતાં અમારે બાળક જોઇતું નથી તેમ કહી પિયરમાંથી દહેજ લઈ આવવા ત્રાસ આપતા મહિલાએ પિયરમાં આવીને કાકોશી પોલીસ સ્ટેશનમાં પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. જાફરીપુરા ગામના મીકદાદ હૈદર રહીમભાઈ મોમીનની દીકરી કનીજ ફાતેમાનાં લગ્ન વર્ષ 2014માં મુંબઈ ખાતે રહેતા નાદોલીયા હૈદરઅલી સબીરઅલી સાથે થયા હતા.

લગ્ન બાદ મુંબઇ જતા ત્રણેક માસ સારા ગયા પછી હૈદરઅલીને મુંબઈ ખાતે રહેતી ખાન પરવીન કરીમ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ તેની પત્નીને મહેણા ટોણા મારી ખાવાનું પણ ના આપી ઘરની બહાર નીકળવા દેતો નહીં અને શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. 2017માં તેઓ મુંબઈથી આણંદ ખાતે રહેવા આવતા કનીજ ફાતિમાને ગર્ભ રહ્યો હતો.

ત્યારે પતિ અને તેની પ્રેમિકાએ અમારે બાળક જોઇતું નથી તેમ જણાવ્યું હતું. પતિએ કહ્યું હતું કે પરવીન મને મહિને રૂ. 25000 કમાઈને આપે છે જ્યારે તું મારા પૈસા ખર્ચ કરાવે છે તેમ કહી પિતાના ઘરેથી મહીને રૂપિયા 25000 લઈ આવવા અથવા ઘરેથી નીકળી જવા કહેતા મહિલાએ પિયર આવી પતિ અને તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતાં કાકોશી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...