તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:દહેજ ન આપતાં પત્નીને કાઢી મૂકી પતિએ બીજા લગ્ન કર્યા

પાટણ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિદ્ધપુર પોલીસમાં પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની પરિણીતાને પતિ દ્વારા અવારનવાર દહેજની માંગણી કરી ઘરેથી કાઢી મુકી હતી અને સોમવારે બીજા લગ્ન કરી દેતા પરિણીતાએ સિદ્ધપુર પોલીસ મથક પતિ સહિત સાસુ, જેઠાણી, નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

નેદરા ગામે રહેતી શબનમબેન ઈસ્માઈલભાઈ ફકીરના લગ્ન પાંચેક વર્ષ અગાઉ કડી તાલુકાના ધનાલી ગામે રહેતા ફકીર આસિફશા યૂસુફશા સાથે થયા હતા. તેઓના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરી છે. તેના પતિ પહેલા રિક્ષા લેવા માટે મહિલાના પિતા પાસેથી દહેજ પેટે રૂ.50 હજાર લીધા હતા. ત્યારબાદ મકાન લેવા માટે દહેજ પેટે રૂ.દોઢેક લાખની માગણી કરતા હતા. પરિણીતાને અવારનવાર ત્રાસ આપી પતિએ પૈસા આપ નહીં તો બીજા લગ્ન કરીશ તેમ કહીને તલાક આપીને તારીખ 5/4/2021ના રોજ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.

આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે મુસ્લિમ સ્ત્રીઓના લગ્નનો હકો બાબતે અધિનિયમ 2019 ભંગ મુજબ પતિ ફકીર આસીફશા યુસુફશા, સાસુ ફકીર કમુબેન યુસુફશા, નણંદ ફકીર કિસ્મત યુસુફશા, જેઠાણી ફકીર મહેરાજબેન સુલતાનશા તમામ રહે. ધનાલી સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ ડી. વી.ખરાડી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો