તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતા તેમજ કોંગ્રેસ દ્વારા ટિકિટ ન મળવાની આશાએ બન્ને પક્ષોથી નારાજ ઉમેદવારો અપક્ષમાં ઝંપલાવી શુક્રવારે સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવા ઉમટતા મેળાવડો જામ્યો હતો. જેમાં ભાજપના સભ્યોએ મેન્ડેડ સાથે અને કોંગ્રેસના સભ્યોએ મેન્ડેડ વગર જ ફોર્મ ભર્યા હતા. આ દરમ્યાન ઓફિસ બહાર અને અંદર પણ ફોર્મ ચકાસણી માટે ભીડ ટેબલો પર એકત્ર થતા ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો. ટિકિટ ન મળતા ભાજપના પૂર્વ કોપોરેટર દ્વારા ભાજપે ટિકિટ ફાળવણીમાં સગાવાદ વંશવાદ અને 3 ટર્મ વાળા નિયમોનું પાલન ન કર્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
તો ભાજપના જુના કાર્યકર કિશોર ભૈયાએ તેમની પત્નીના નામે વોર્ડ-3માં અપક્ષનું ફોર્મ ભર્યું છે જ્યારે તેઓ પણ વોર્ડ-2માં અપક્ષ તરીકે ફોર્મ ભરશે. કોંગ્રેસ દ્વારા અવગણના બદલ અલકાબેન દરજીએ પ્રદેશ મંત્રી પદેથી રાજીનામુ આપી કોંગ્રેસમાં ટિકિટ વેચાતી હોવાના આરોપ લગાવતા કોંગ્રેસમાં કંકાસ શરૂ થયો હોવાનું સામે આવ્યું હતું. જોકે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી શુક્રવારે પણ જાહેર થઈ નથી છતાં ભાજપના નવા ચહેરાઓની સામે મજબૂત ઉમેદવારો લાવવાની કવાયત ચાલી રહી છે. જેમાં પાછલી ચૂંટણી લડેલા 17 જેટલા ચહેરાઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.
પાટણ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો એક જ દિવસ બાકી હોઈ શુક્રવારે સવારથી જ અપક્ષ અને બન્ને પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પ્રાંત કચેરી ખાતે આવતા જોવા મળ્યા હતા. જેમાં ભાજપમાંથી મનોજ પટેલ, ચંદ્રિકાબેન રાવળ સહિતે ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસમાંથી ટિકિટ જાહેર ન કરી હોવા છતાં વંદનાબેન ઠાકોર, ચેતનાબેન પ્રજાપતિ, રમેશભાઈ પરમાર સહીત સભ્યો મેન્ડેડ વગર જ પક્ષમાં ફોર્મ ભર્યા હતા. પક્ષમાંથી ટિકિટ ન મળતા નરાજગી સાથે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અપક્ષમાં ફોર્મ ભર્યા હતા. આમ આદમી પાર્ટીના સભ્યો પણ ફોર્મ ભરવા માટે આવતા જોવા મળ્યા હતા.
અમે ભાજપમાં જ પણ, લડીશું પત્ની અને પતિ બન્ને અપક્ષમાં
ભાજપના 30 વર્ષ જુના કાર્યકર કિશોર ભૈયાએ જણાવ્યું હતું કે પ્રમુખની સીટ સામાન્ય મહિલાની હોય મારી પત્ની પ્રમુખ બનતી હતી એટલે અને ટિકિટ ન આપી. આજે મારી પત્નીનુ વોર્ડ 3 માં ફોર્મ અપક્ષમાં ભરાવ્યું છે. અને આવતીકાલે શનિવારે વોર્ડ 2માં હું પોતે અપક્ષમાં ફોર્મ ભરીશ. હું ભાજપ પક્ષમાં જ છું પણ ટિકિટ ન મળતા હું અપક્ષ લડી રહ્યો છું.
ટિકિટ ન મળતા ભાજપમાંથી 5, કોંગ્રેસમાંથી 2 અપક્ષ ભરાયા, હજુ બળવાની આશંકા
ભાજપ પક્ષમાંથી ટિકિટ મળવાની આશાએ બેઠેલા ઉમેદવારોને પક્ષે ટિકિટ ન આપતા નારાજગી સાથે અપક્ષમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરી ફોર્મ ભરી રહ્યા છે. જેમાં ડૉ.નરેશ, કિશોર ભૈયાના પત્ની કલ્પના ભૈયા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બાબુ પટેલ અને જુના ભાજપના કાર્યકર પ્રમોદ પ્રજાપતિ સહીત એક અન્ય સભ્યએ અપક્ષમાં ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા મુમતાઝબાનું અને રાજીનામુ આપનાર અલકાબેન દરજીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવા માટે ફોર્મ લઇ ચૂંટણી લડવાની જાહેર કરી હતી. હજુ બન્ને પક્ષોમાં ઘણા જુના જોગીઓમાં પક્ષો સમક્ષ રોષ જોવા મળી રહ્યો હોઈ વધુ અપક્ષમાં ફોર્મ ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
પાલિકામાં એક જ દિવસમાં 66 ફોર્મ ભરાયા
પાટણ પાલિકામાં ચૂંટણી લડવા માટે 3 દિવસમાં 26 ફોર્મ ભરાયા હતા.જયારે શુક્રવારે એકસાથે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિતના ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટતા એક જ દિવસમાં શુક્રવારે 66 ફોર્મ ભરાયા હતા. અત્યાર સુધીમાં કુલ 92 ફોર્મ ભરાયા છે.
કોંગ્રેસના મહિલા પ્રદેશ મંત્રીએ રાજીનામુ આપ્યું
કોંગ્રેસ પ્રદેશ મંત્રી અલકાબેન દરજીએ જણાવ્યું હતું કે એક વર્ષથી હું પક્ષમાં મહિલા પ્રદેશ મંત્રી છું. પક્ષ દ્વારા અમારી મહિલાઓની અવગણના કરવામાં આવૈ છે. જૂની અને સાચી મહિલા કાર્યકરોને ટિકિટ ન આપી ઘરે જઈ ગોતી ગોતીને નવી મહિલાઓને પૈસા લઇ ટિકિટ આપવામાં આવી છે. જેમાં શહેર અને જિલ્લા પ્રમુખ સહીત પાટણના ધારાસભ્ય પણ સામેલ છે. હું પક્ષમાંથી રાજીનામુ આપી અપક્ષમાં ચૂંટણી લડીશ.
પાલિકામાં ભાજપે સગાવાદ ચલાવ્યો છે
ભાજપમાં બે ટર્મ અને કોંગ્રેસમાં એક ટર્મ તેમજ અગાઉ એક અપક્ષ એમ ચાર ટર્મ ચૂંટણી લડનાર ડૉ.નરેશ દવે જણાવ્યું હતું કે ભાજપમાં બે ટર્મ ચૂંટણી લડ્યા છીએ. છતાં અમને 3 ટર્મથી વધુ ગણી ટિકિટ ન આપતા વોર્ડના લોકો સેવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે. ભાજપે પાટણમાં ટિકિટ ફાળવણીમાં જાહેર કરેલા વંશવાદ, સગાવાદ અને 3 ટર્મ એકપણ નિયમોનું તેમને પાલન ન કરી ટિકિટ ફાળવી છે. જે જાહેર કરેલ યાદીમાં જોવા મળી રહ્યું છે.
મેન્ડેટ 3 વાગ્યા સુધી જમા કરાવવા પડશે
પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સહીત કેટલાક અન્ય પક્ષના સભ્યોએ મેન્ડેડ રજૂ કર્યા છે.પરંતુ મોટાભાગના પક્ષના સભ્યોના મેન્ડેડ ફોર્મ સાથે રજૂ થયા નથી.જેમને શનિવાર 3 વાગ્યા સુધી અંતિમ સમય હોઈ મેન્ડેડ રજૂ કરવા માટે મુદત અપાઈ છે.જો મેન્ડેડ રજૂ નહીં થાય અપક્ષ ઉમેદવારી ગણાશે અથવા જેમને ટેકેદાર નહીં હોય તેમના ફોર્મ રદ કરાશે.ચૂંટણી વિભાગનો ઉમેદવાર 4 સભ્યો સાથે ફોર્મ ભરવા આવી શકતા વધુ ઉમેદવારો એક સાથે આવતા ભીડ થઇ હતી.પરંતુ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય માટે પોલીસને સૂચના અપાશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.