તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો સાથે સમર્થકોની ભારે ભીડ, સ્કુલ-કોલેજ આવતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

પાટણ24 દિવસ પહેલા
 • વિદ્યાર્થીઓ સતત અડધા કલાકથી પણ વધુ ટ્રાફિકમાં ફસાયા સમર્થકો દ્વારા ન કરાયું કોરોના ગાઇડ લાઇનનું પાલન

પાટણ પ્રાંત કચેરી ખાતે આજે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ જામી હતી. પાટણ પ્રાંત કચેરીની બાજુમાં શાળા અને કોલેજોનું સંકુલ આવેલું છે. બહોળી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતાં સ્કુલ-કોલેજમાં આવતાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે ભીડના કારણે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ઉમેદવારી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે. અંતિમ દિવસ હોવાથી પાટણ પ્રાંત કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોની ભારે ભીડ જામી હતી. ઉમેદવારો સાથે બહોળી સંખ્યામાં સમર્થકોની પણ ઉમટી પડ્યા હતાં. પાટણમાં પ્રાંત કચેરી નજીક શાળા કોલેજોનું સંકુલ આવેલું છે, બહોળી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતાં હાઇવે ભરચક અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેથી શાળા-કોલેજે આવતા વિદ્યાર્થીઓને પોતાના વાહનો લઇ નીકળવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. ભારે ભીડના કારણે વિદ્યાર્થીઓ સતત અડધા કલાકથી પણ વધુ ટ્રાફિકમાં ફસાયા હતા.

સમર્થકો દ્વારા ન કરાયું કોરોના ગાઇડ લાઇનનું પાલન પાટણ પાલિકામાં ઉમેદવારી નોંધાવવા આવતાં ઉમેદવારોને કોરોના ગાઇડ લાઇનનું સખ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. ફરજિયાત માસ્ક, હાથ સેનેટાઈઝર અને ટેમ્પરેચર માપણી બાદ જ આજે અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ઉમેદવારો સાથે આવેલા સમર્થકો દ્વારા માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જેવું કોઇ પાલન કરવામાં આવયું નથી. પાટણ પ્રાંત કચેરીમાં અત્યાર સુધીમાં 22થી વધુ ફોર્મ ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો