મંજૂરી:હેમ.ઉ.ગુ. યુનિ.ની એકેડેમીક કાઉન્સીલની બેઠક મળી, નવીન 20 કોલેજોને મંજૂરી અપાઇ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી કોલેજોના તપાસ રિપોર્ટ એલ.આઇ.સી કમિટી દ્વારા રજુ કરવામાં આવ્યા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજરોજ કુલપતિ ડો . જે જે વોરા ની અધ્યક્ષતામાં એકિઝકયુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અગાઉની બેઠકોમાં મંજૂર કરાયેલી નવી કોલેજોના જે તપાસ રિપોર્ટ એલ.આઇ.સી કમિટી દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં જે કોલેજમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોય તેવી 20થી 25 કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક કોસમાં નવા અભ્યાસક્રમો ને મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી સમયમાં મળનારી કારોબારી સમિતિની બેઠકમાં આ નવી કોલેજોને મંજૂરી અને નવા અભ્યાસક્રમો અંગે ચર્ચા -વિચારણા બાદ મંજૂરી અંગે નિર્ણય કરવામાં આવશે. આજરોજ મળેલી આ બેઠકમાં રજીસ્ટાર ડી એમ. પટેલ આસિસ્ટન્ટ રજીસ્ટાર જગદીશભાઈ પ્રજાપતિ તેમજ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...