તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ ક્ષય દિવસ ઊજવાયો:જિલ્લામાં ક્ષય નિર્મૂલન માટે ઉમદા કામગીરી કરનારા સરકારી-ખાનગી કર્મીઓનું સન્માન

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારપુર મેડિકલ કૉલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસ ઊજવાયો

વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણની ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ક્ષય નિર્મૂલન માટે ઉમદા કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વર્ષ દરમ્યાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ગુરુવારે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખના અધ્યક્ષસ્થાને આરોગ્ય કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો. જેમાં ક્ષય નિર્મૂલન માટે વર્ષ દરમ્યાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા ઉપરાંત જીલ્લામાં ક્ષયના નોટિફિકેશન અને ટ્રીટમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી તેમજ ખાનગી કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.

જે અંતર્ગત ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશીયન, એન.ટી.ઈ.પી, આઇ.સી.ટી.સી, એ.આર.ટી એક્સ-રે ટેકનિશિયન સહિતના કર્મચારીઓને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.કે. આર્ય, ડી.ટી.ઓ ડૉ. ભરતભાઇ ગોસ્વામી, ધારપુર મેડિકલ કૉલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી, ગાયક કલાકાર ગમન સાંથલ સહિત હોસ્પિટલના નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો