ફરિયાદ:રાધનપુરના જાવંત્રીમાં મહિલાને લઈ જવા મામલે ઘરમાં તોડફોડ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સોએ ઘરમાં વાસણો એલઇડી, ફ્રીઝ,પંખા અને રસોઈનો સામાનને લાકડી અને ટામીથી તોડફોડ કરી નુકસાન કર્યું

રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે મહિલાને લઈ જવા મામલે ત્રણ શખ્સોએ ઘરમાં વાસણો, તિજોરી, એલ.ઇ.ડી, પંખા સહિતની વસ્તુઓ લાકડીથી તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને મહિલાને પરત લાવી આપો નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાધનપુર જાવંત્રી ગામે રહેતા સંગીતાબેન સુખદેવભાઈ ચૌધરીના ભાઈ મનુભાઈ નાનાપુરા ગામના સંજયભાઈ અજાભાઈની પત્ની અસ્મિતાબેનને લઈ ગયો હોવાથી 3 જૂનના રોજ રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં સંજયભાઈ ચૌધરી સહિત ત્રણ શખ્શો જાવંત્રી ગામે સંગીતાબેન ચૌધરીના ઘરે જઈ ઘરની અંદર વાસણો એલ.ઇ.ડી ફ્રીઝ પંખા અને રસોઈનો સામાન ને લાકડી અને ટામીથી તોડફોડ કરી નુકસાન કર્યું હતું અને સંગીતાબેનને અપશબ્દો બોલ્યા હતા

તેમજ અસ્મિતાબેનને પરત લાવી આપો નહિ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા રાધનપુર પોલીસ મથકે સંગીતાબેન ચૌધરીએ નાનાપુરાના સંજયભાઈ અજાભાઈ ચૌધરી, ગોસનના શૈલેષભાઈ વિરભણભાઈ ચૌધરી અને નરસિંહભાઈ પાંચાભાઇ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...