“શૂરવીર એક શામ ગુજરાત પોલીસ કે નામ”:પાટણમાં મિલકત સંબંધી ગુનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એએસઆઈને શૂરવીર એવોર્ડથી ગૃહમંત્રી દ્વારા સન્માનિત કરાયા

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયના ગૃહમંત્રીની ખાસ ઉપસ્થિતમાં અમદાવાદ ખાતે આયોજિત “શૂરવીર એક શામ ગુજરાત પોલીસ કે નામ” કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી,કર્મચારીઓને ‘શૂરવીર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ એવોડૅ કાર્યક્રમમાં પાટણ જિલ્લામાં એલ.સી.બી.ખાતે ફરજ બજાવતા અને મિલકત સંબંધિત ગુનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર એ.એસ.આઈ. ભાણજી સૂરજજી નાઓને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમજ ડી.જી.પી. વિકાસ સહાયના હસ્તે શૂરવીર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. પાટણ પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ ભાણજી સુરજીજી એ શૂરવીર એવોડૅ પ્રાપ્ત કરી પાટણ પોલીસ સહિત સમગ્ર ગુજરાત પોલીસને ગૌરવ અપાવતાં પોલીસ અધિકારી સહિત નાઓએ તેઓને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...