પાટણ શહેર અને જિલ્લામાં આજે ફાગણ સુદ પૂનમનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું અને સાંજે શુભમહુર્તમાં શહેરના ચોક મહોલ્લા,પોળ, સોસાયટીઓમાં પરંપરાગત હોલિકા દહન કરવામાં આવ્યું હતું.શુભમુહૂર્ત માં હોલિકાનું પૂજન કરી આરતી ઉતારી તેમાં હાયડા અને છાણા ના ઘેરૈયા પધરાવવામાં આવ્યા હતા.લાકડા મૂકી મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી.જે ભાવિ ભક્તો ના પરિવાર માં ઘરે પ્રથમ સંતાન હોય તેવા પરિવારોસંતાન સાથે પ્રદક્ષિણા ફરી જળ અને ધાણીનો પ્રસાદ ધરવાયો હતો.
ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસને હોળી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુઓમાં હોળીના પર્વનુ અનેરૂ મહત્વ રહેલું છે. મારવાડી રાજસ્થાની લોકો દિવાળીના પર્વની જેમ હોળીના પર્વને ઉજવતા હોય છે. આજના પવિત્ર દિવસે અભિમાની રાજા હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ફોઈ હોલિકાના ખોળામાં બેસાડીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિમા લિન ભક્ત પ્રહ્લાદને હોળીકા ની અગ્નિમાંથી પણ ભગવાને ઉગારી લીધો હતો.
ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા હોળીના પર્વને પાટણના નગરજનોએ પણ ભક્તિમય માહોલ વચ્ચે મહોલ્લા-પોળો અને સોસાયટી વિસ્તારોના ચોકમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હોળીકા ને પ્રજ્વલિત કરીને દરેકના દુઃખ દર્દ અને રોગો દૂર થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
શ્રદ્ધાળુઓએ ખજૂર, ધાણી અને જળ સાથે હોળીકા ની પ્રદક્ષિણા કરીને ભક્ત પ્રહલાદની જેમ તેઓની પણ ભગવાન વિષ્ણુ સદાય રક્ષા કરે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. કેટલાક જગ્યાએવરસાદી વાતાવરણ માં હોળી ના લાકડા ભીના ના થાય તે માટે પ્લાસ્ટિક ઠાકવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.