બેઠકમાં નિર્ણય:એચએનજીયુ સુરક્ષા સાથે વર્ગખંડો સૅનેટાઇઝ કરી એક છાત્રને બેંચ પર બેસાડી ત્રણ સેશનમાં પરીક્ષા લેશે

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેમ 6 અને પી.જી માં સેમ 2 અને 4 ની પરીક્ષા લેવાશે : 3 દિવસમાં ટાઈમ ટેબલ જાહેર કરાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં કુલપતિના અધ્યક્ષ સ્થાને પરીક્ષા મામલે ડીનોની બેઠક મળી હતી જેમાં યુ.જીના અભ્યાસક્રમમાં ફક્ત સેમ 6 અને પી.જી ના અભ્યાસક્રમમાં સેમ 2 અને 4 ની પરીક્ષાઓ યોજાશે.જેમાં સોશિયલ ડિસ્ટન્સ  વર્ગખંડમાં જળવાય એ રીતે ફરજીયાત માસ્ક અને એક બેન્ચ પર એક છાત્ર બેસશે.પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે. ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઇ રોજે વર્ગખંડો સૅનેટાઇઝ કરાશે.

યુનિવર્સીટીની વાર્ષિક પરીક્ષા લેવા શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવતા યુનિવર્સીટી દ્વારા પરીક્ષાના આયોજન માટે બુધવારે વહીવટી ભવન ખાતે કુલપતિ ડૉ. જે જે વોરાની અધ્યક્ષતામાં યુનિના ડીનોની બેઠક મળી હતી જેમાં પરીક્ષા મામલે ચર્ચા બાદ સરકારની સૂચના મુજબ પી.જી અભ્યાસક્રમમાં બંને વર્ષના માર્કિંગ ગણાતા હોઈ સેમ - 2 અને 4 બન્નેની પરીક્ષા લેવામાં આવશે.યુ.જી અભ્યાસક્રમમાં ફક્ત સેમ 6ની પરીક્ષા લેવામાં આવશે. અને સેમ 2 અને 4 ના છાત્રોને તાજેતરમાં કોલેજો દ્વારા લેવામાં આવેલ ઇન્ટર્નલ પરીક્ષાના 50 ટકા ગુણ તેમજ આગળના સેમના પરિણામના 50 ટકા માર્ક્સ ગણી પરિણામ અપાશે. અને આગામી બે કે ત્રણ દિવસમાં પરીક્ષાઓના ટાઈમ ટેબલ સતાવાર યુનિવસિર્ટી વેબસાઈટ  જાહેર કરવામાં આવશે, છાત્રોની સુરક્ષાને ધ્યાને લઇ યુનિ દ્વારા છાત્રો વધુ એકત્ર ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય માટે સવારે 8 : 30 થી સાંજ સુધી ત્રણ સેશનમાં પરીક્ષા લેવાશે,અને ત્રણેય સેશન વચ્ચે દોઠ કલાકની ગેપ રાખવામાં આવશે,એક બેચ પર એક જ છાત્ર ફરજીયાત માસ્ક પહેરીને બેસશે.તેવું  ડૉ લલિત પટેલે જણાવ્યું હતું .યુ.જી ના 2 અને 4 સેમના છાત્રોને ઇન્ટર્નલ પરીક્ષા અને અગાઉના સેમના પરિણામના માર્ક્સ આધારે માર્કશીટ બનાવી પરિણામ જાહેર કરવામાં આવશે.પરંતુ જે છાત્રને આ પરિણામ માન્ય ન હોય અને વધુ માર્ક્સની અપેક્ષા હોય તેઓ યુનિમાં અરજી કરી શકશે,અને આ છાત્રોની અલગથી નવેમ્બર માસમાં પરીક્ષા લેવાશે.

અન્ય સમાચારો પણ છે...