મૂલ્યાંકન માટે પ્રક્રિયા શરૂ:એચએનજીયુ યુનિવર્સિટીએ NAAC મૂલ્યાંકન માટે દરખાસ્ત કરવાની કામગીરી શરૂ કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મળેલા ગ્રેડની અવધિ પૂર્ણ થતાં ફરી મૂલ્યાંકન માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પાંચ વર્ષ પૂર્વે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) દ્વારા મળેલા એ ગ્રેડની અવધિ પૂર્ણ થતા સરકાર તેમજ યુજીસીની ગ્રાન્ટ મેળવવા માટે મૂલ્યાંકન જરૂરી હોવાથી ફરી મૂલ્યાંકન માટે યુનિવર્સિટીની કમિટી બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે.

યુનિવર્સિટીને નેક મૂલ્યાંકનમાં વર્ષ 2016-17માં એ ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જેની સમય મર્યાદા પાંચ વર્ષ હોવાથી 2021માં પૂર્ણ થઈ હતી. કોરોના મહામારીના કારણે મૂલ્યાંકન માટેની યાદી વધારવામાં આવતાં યુનિવર્સિટી દ્વારા ફરી મૂલ્યાંકન કરવા માટે કમિટી બનાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. કમિટી દ્વારા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ કામગીરી શૈક્ષણિક કાર્ય અને પ્રોજેક્ટ વિદ્યાર્થીની સંખ્યા વધી સુવિધાઓ સહિતની વિવિધ માહિતીઓ એકત્ર કરવામાં આવી હતી.

તમામ માહિતીઓ એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરી હાલમાં દરખાસ્ત કરવા માટે પોર્ટલ પર માહિતી અપલોડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહ સુધીમાં દરખાસ્ત કરવાની પ્રકિયા પૂર્ણ થઈ જશે તેવું યુનિના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...