હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પાટણમાં સાડાઆઠ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ સંકુલનો યુનિવર્સિટીની 500થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. રમતગમતક્ષેત્રે આગળ વધવા માગતા પાટણ યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ માટે આ સંકુલ મદદરૂપ સાબિત થશે.
સાડાઆઠ કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી કેમ્પસના ગ્રાઉન્ડમાં રૂસાની ગ્રાન્ટમાંથી રાજ્ય અને રાષ્ટીય કક્ષાની તમામ રમતો રમી શકાય ે માટેનું ઉ.ગુ.માં પ્રથમ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડના ખર્ચે 2018માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનું કામ 2022માં પૂર્ણ થયું છે. આ સ્પોર્ટ સંકુલમાં 1 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. આ સ્પોર્ટ સંકુલમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 500 કરતાં વધુ કોલેજોના વિદ્યાર્થીઓ ઇન્ટર કોલેજ સ્પર્ધા અને ઇન્ટર યુનિવર્સિટી માટે તૈયારી કરે છે તેવા ખેલાડીઓ માટે આ સ્પોર્ટ સંકુલ ઉપયોગી બનશે.
ઈન્ડોર રમત માટે સુવિધા ઊભી કરવામાં આવી
સ્પોર્ટ્સ સંકુલના પ્રથમ પોર્ટ( હોલ)માં વોલીબોલ, બાસ્કેલ બોલ, લોન્ટ ટેનિસ, ખોખો, કબડ્ડી રમી શકાશે. બીજા પોર્ટમાં બેડમિન્ટન માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યારે ત્રીજા પોર્ટમાં ટેબલ ટેનિસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઈન્ડોર ગેમ અહીં રમી શકાશે. સંકુલમાં 800 પ્રેક્ષક બેસી રમતગમત માણી શકે એ માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે કસરત અને પ્રેક્ટિસ માટે લેટેસ્ટ જિમની અલગ સુવિધા કરાઈ છે. સ્પોર્ટ્સ સંકુલની બહારની સાઈડ વીઆઈપી અને કોમન પાર્કિંગ બનાવ્યું છે.
યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતેનું નવીન સ્પોર્ટ સંકુલ તૈયાર થઈ ગયું છે. આની અંદર મલ્ટીપર્પઝ હોલ બનાવાયા છે, જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, લોન ટેનિસ જેવી રમતોનાં આયોજન થઈ શકશે. બેડમિન્ટનનો સેપરેટ હોલ છે, જેમાં ત્રણ મેદાન બની શકે એવી વ્યવસ્થા છે. બીજો ટેલબ ટેનિસ માટે સેપરેટ હોલ બનાવ્યો છે. આ સ્પોર્ટ સંકુલમાં 1 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. ખેલાડી અને પ્રેક્ષકોની અવરજવર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ સ્પોર્ટ સંકુલ વિદ્યાર્થીઓ અને પાટણ નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
સ્પોર્ટ્સ સંકુલમાં સુવિધા
સંકુલમાં સ્પોર્ટના સાધનો ખરીદવા 20 લાખનું બજેટ ફળવાયું
શારીરિક નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યુંકે સંકુલનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું છે.જેમાં સાધન સામગ્રી ખરીદવા યુનિ દ્વારા 20 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે.ટેન્ડર કરી ખરીદવાની પ્રકિયા કરાશે. સ્પોર્ટ સ્ટાફની ભરતી કરનાર છે.નવીન શૈક્ષણિક સત્રથી સ્પોર્ટ સંકુલ યુનિના ખેલાડીઓ માટે શરૂ કરાશે.હવેથી તમામ યુનિવર્સિટી કક્ષાની ઇન્ડોર ગેમ્સ અને સ્પર્ધાઓ સંકુલમાં જ રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.