પાટણમાં ઐતિહાસિક શોભાયાત્રા:હાથી પર સિદ્ધહેમશબ્દાનુશાસન સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાઓથી પ્રથમવાર પૂજન કરાયું

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતેથી ગજરાજ ઉપર સિદ્ધહેમ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી જે ત્રિસ્તુતિક  ઉપાશ્રય સુધી કાઢવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્રિસ્તુતિક  ઉપાશ્રય ખાતેથી શ્રી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરાયું હતું. - Divya Bhaskar
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતેથી ગજરાજ ઉપર સિદ્ધહેમ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી જે ત્રિસ્તુતિક ઉપાશ્રય સુધી કાઢવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતેથી શ્રી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરાયું હતું.
  • મુનિરાજ ચારિત્ર્યરત્ન વિજયજીની નિશ્રામાં બગવાડા દરવાજાથી શોભાયાત્રા નીકળી,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા
  • પાટણમાં હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધહેમ શબ્દાનુશાસન સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાઓથી પ્રથમવાર પૂજન કરાયું

પાટણના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય પૂ.જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય પૂ.મુનિરાજ ચારિત્ર્યરત્ન વિજયજી દ્વારા રવિવારે પાટણનગર અને જૈન શાસનમાં એક નવા ઇતિહાસનું સર્જન થયું હતું. જેમાં પાટણનું ગૌરવ એવા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ દ્વારા સર્જિત શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરાયું હતું. જે સિદ્ધહેમ ગ્રંથની હાથીની અંબાડી પર રાજવી સિદ્ધરાજ જયસિંહ દ્વારા યાત્રા કાઢવામાં આવી હતી તેની રવિવારે ફરીથી ગજરાજ પર યાત્રા યોજાયા બાદ જ્ઞાનોત્સવ મંડપમાં પધરામણી કરીને મંગલ ગાન વચ્ચે જ્ઞાન પૂજા કરી હતી.

આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજીભાઈ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે જ્ઞાન પૂજા કરવામાં આવી હતી. પૂ. મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી અને પૂ.નિપુણરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી આદિ ઠાણા 34ના સાનિધ્યમાં પંચાસરા જૈન દેરાસર પાસે આવેલ સિદ્ધહેમ જ્ઞાનપીઠના માધ્યમથી વિશાલ રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. તેના મધ્યમાં રંગબેરંગી રંગોળીથી સજ્જ સ્ટેજ બનાવી તેના પર ધાર્મિક ગ્રંથો સ્થાપિત કરીને ચાંદીની મુદ્રાઓથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સાધુ ભગવતોને ધાર્મિક અધ્યયન કરાવનાર પંડિત ચંદ્રકાંતભાઈ સંઘવી આદિ પંડિતોનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમ પૂર્વે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતેથી શ્રી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા.

આ અગાઉ સવારે શહેરના બગવાડા દરવાજા ખાતેથી ગજરાજ ઉપર સિદ્ધહેમ ગ્રંથની શોભાયાત્રા ઉપાશ્રય સુધી કાઢવામાં આવી હતી. પાટણના સંઘના ઉપક્રમે સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો છેલ્લા ત્રણ વર્ષથી પાટણ નગરે ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા જે પરિપૂર્ણ થતાં તેની અનુમોદના અર્થે સંઘ દ્વારા બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન સમાજના દાતાઓ નગરના અગ્રણીઓ મધ્ય પ્રદેશ સહિત અન્ય સ્થળોએથી પધારેલા ભક્તો ભાજપના અગ્રણી કે.સી.પટેલ, કિશોર મહેશ્વરી, દશરથજી ઠાકોર, જૈન સમાજના ધીરુભાઈ શાહ, દેવદત્ત જૈન, શૈલેષભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા.

જ્ઞાનોત્સવ કાર્યક્રમ યાદગાર સંભારણું બનશે
પૂજ્ય જૈન મુનિરાજ ચારિત્ર્યરત્ન વિજયજી મહારાજે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે આ જ્ઞાનોત્સવ કાર્યક્રમ યાદગાર સંભારણું બની રહેશે. કેમકે, સિધ્ધરાજ જયસિંહની ઈચ્છાથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યો હતો તે સિદ્ધહેમ ગ્રંથની શોભાયાત્રા યોજાઈ અને તેનું સૌપ્રથમવાર ચાંદીની મુદ્રાઓથી પૂજન કરવાનો આ એક ઐતિહાસિક અવસર થયો છે. જેમાં 25 ગ્રામથી માંડીને 250 ગ્રામ સુધીની 45 જેટલી બહુમૂલ્ય મુદ્રાઓ પૂજનમાં ઉપયોગમાં લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...