તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ગાંધીનગરમાં ફરજ બજાવતા હિરેનભાઈ દ્વારા ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રને બે કોન્સન્ટ્રેટર મશીન દાન આપ્યા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવારમાં દર્દીઓ માટે હવામાંથી ઓક્સિજન બને તેવા મશીન દાન આપ્યા

ચાણસ્મા તાલુકાના મુળ વતની અને હાલમાં ગાંધીનગર ખાતે મેટાલિક કંપની સીઇઓ તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર વસંતભાઈ વ્યાસ દ્વારા તેમના માતૃશ્રી ઉષાબેન વસંતભાઈ વ્યાસની પ્રેરણાથી ચાણસ્મા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની સારવારમાં દર્દીઓ માટે હવામાંથી ઓક્સિજન બને તેવું કોન્સન્ટ્રેટર મશીન જેની કિંમત એક લાખ 80 હજારની છે. તેવા બે મશીન દાનમાં આપવામાં આવ્યા છે.

કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપથી દર્દીઓને બચાવ્યા

જ્યારે ગાંધીનગર ખાતે આ જ પ્રકારના 25 મશીન તેમના પરિવાર દ્વારા આપવામાં આવતા હિરેનભાઈ વ્યાસે બે મશીનો ભેટ આપી કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપથી દર્દીઓને બચાવ્યા છે.

આ સેવાકીય કામગીરી કરતા ચાણસ્મા પંથકનું ગૌરવ વધારેલ છે. સોમવારે સવારે સામુહિક કેન્દ્રના ડોક્ટર જીગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ જોશી, વિક્રમજી ઠાકોર, ચાણસ્મા શહેર ભાજપના પ્રમુખ રાજુભાઇ પટેલ, પ્રકાશભાઈ ચૌધરી સહિત મશીન આપનાર દાતાના કૌટુંબિક ભાઇ વરૂણ ભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...