તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હિન્દુ સંગઠનોએ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા ન વેચવા વેપારીઓને સમજાવ્યા

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ પણ દેવી દેવતાના ફોટા વાળા ફટાકડાનું વેચાણ અટકાવવા રજૂઆત કરાઈ હતી
 • પાટણ શહેરમાં તહેવારમાં ધાર્મિક લાગણી ન દુભાય તે માટે વેપારીઓ સાથે સમજાવટ કરી

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર દ્વારા પાટણ શહેરના છુટક તથા જથ્થા બંધ ફટાકડાના વહેપારીઓને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા દેવી દેવતાઓના ચિત્રોવાળા ફટાકડાઓનુ વેચાણ ન કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળ ઉપર કાર્યકરોએ લોકોને પણ તેવા ફટાકડા ન લેવા સમજાવ્યા હતા. આ સમયે આતુભાઈ મહારાજ પાટણ જીલ્લા ધર્માચાર્ય સંયોજક, સતીષભાઈ દુબે જીલ્લા ગૌ વિજ્ઞાન પરિક્ષા સંયોજક, આશિષભાઈ મોદી જીલ્લા મંત્રી, રાજેન્દ્રકુમાર રાવલ સિદ્ધપુર, ગોપાલ રાયચંદાણી, વિનોદભાઈ પ્રજાપતિ વગેરેએ વેપારીઓને હિન્દુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ ન કરવા સમજાવ્યા હતા.

આગામી વર્ષે અભિયાન અસરકારક હશે
વિશ્વ હિન્દુ પરિષદના આતુભાઇ મહારાજે જણાવ્યું કે આ વર્ષે એક દિવસ ફટાકડાના વેપારી ઓને સમજાવ્યા છે અને તેઓ તૈયાર પણ થઈ ગયા છે આનંદ સરોવર પાસે ફટાકડા સ્ટોરમાં બે જગ્યાએ લક્ષ્મી ટેટા અને સાપોલિયા મળી આવ્યા હતા જે નહીં વેચવાની સંમતિ વેપારીએ આપી હતી. શહેરમાં લગભગ 40 થી 50 વિતરકોને સમજાવ્યા હોઈ આગામી વર્ષે તેનું સારું પરિણામ મળશે. આગામી વર્ષે પુરી સફળતા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો