ચૂંટણી:પાટણ જિલ્લામાં સૌથી વધુ મતદાન શંખેશ્વરમાં 83.05%

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી ઓછું સિદ્ધપુર તાલુકામાં 73.26 ટકા

પાટણ જિલ્લાની 157 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 77.89% મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન શંખેશ્વર તાલુકામાં 83.05% અને સૌથી ઓછું સિદ્ધપુરમાં 73.26% થયું હતું. પાટણ જિલ્લામાં કુલ 177 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને 25 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી મળી કુલ 202 ગામ પંચાયતમાં કુલ 184 સરપંચ અને 1509 વોર્ડ બેઠકની ચૂંટણી જાહેર થઈ હતી.જેમાં 22 ગ્રામ પંચાયત સમરસ થતા રવિવારે 157 ગ્રામ પંચાયતોમાં 152 સરપંચ બેઠક માટે 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠક માટે 968 ઉમેદવાર માટે મતદાન યોજાયું હતું.

જિલ્લામાં ફાળવેલ 417 મતદાન મથકો પર રવિવારે સાજે 5 વાગ્યા સુધીમાં 283575 મતદારો પૈકી 220887 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાટણ તાલુકામાં 73.54 ટકા, સરસ્વતી તાલુકામાં 76.29 ટકા, સિદ્ધપુર તાલુકામાં 73.26 ટકા, ચાણસ્મા તાલુકામાં 79.30 ટકા, હારિજ તાલુકામાં 82.52 ટકા, સમી તાલુકામાં 78.87 ટકા, શંખેશ્વર તાલુકામાં 83.05 ટકા, રાધનપુર તાલુકામાં 78.69 ટકા અને સાંતલપુર તાલુકામાં 80.66 મતદાન થયું છે.

157 ગ્રા.પં.માં 2,20,887 મતદારોએ મતદાન કર્યુ

કુલ મતદાર
તાલુકોપુરુષસ્ત્રીકુલ
પાટણ8853823917092
સરસ્વતી134771185325330
સિધ્ધપુર265682497051538
ચાણસ્મા6625620012825
હારીજ8744785716601
સમી174431568433127
શંખેશ્વર10497965620153
રાધનપુર351543294168095
સાંતલપુર206431817138814

​​​​​​​

થયેલ મતદાર
પુરુષસ્ત્રીકુલટકાવારી
651060591256973.54
1018591401932576.29
19667180883775573.26
527548951017079.3
725164481369982.52
14170119572612778.87
889878401673883.05
27664255345319878.69
16455148513130680.66

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...