સુવિધા:પાટણની ધારપુર હોસ્પિટલના હિમોફીલીયા ટ્રીટમેન્ટ સેન્ટરને એક વર્ષ પૂર્ણ, ઉજવણી કરવામાં આવી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિમોફીલીયા સોસાયટી મહેસાણા અને ધારપુર મેડિકલ કોલેજ ,પાટણના સંયુક્ત ઉપક્રમે હિમોફીલિયાના દર્દીઓની સારવાર માટે ધારપુર ખાતે શરૂ કરેલ અલયદા હિમોફીલીયા ટ્રીટમેન્ટ સેન્ટરને શરૂ કર્યાને એક વર્ષ પૂરું થતા તેની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ હિમોફીલીયા ફેડરેશન ઓફ ઇન્ડિયાના સ્થાપક સ્વ. અશોક વર્માના જન્મ દિન નિમિત્તે પણ ઉજવણી કરવામાં આવી હતી .

આ કાર્યક્રમમાં કુલ 50 દર્દીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા . જેમાં ડો .પારુલ શર્મા, ઈ.ચા. મેડિકલ સુપ્રી. , ડો હિતેશ ગોસાઈ, RMO ડો .રમેશ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર તેમજ હિમોફીલીયા સોસાયટી મહેસાણા તરફથી ધવલ મોદી, ઉપ્-પ્રમુખ્, સાગર મોદી, પ્રમુખ , યુથ ગ્રુપ પ્રકાશ પટેલ, સુરેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા ડો. પારૂલબેન દ્વારા ભવિષ્યમાં આવનાર નવીન પદ્ધતિ મુજબની સારવાર પણ HTC સેન્ટરમાં ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી .

ડો .હિતેશ ગોસાઈ દ્વારા પણ ફેક્ટરના ડોઝ અને ફિઝિોથેરાપી નું હિમોફીલિયામાં મહત્વ સમજાવ્યું હતું.તેમજ હિમોફીલીયા સોસાયટી મહેસાણા તરફથી ધવલ મોદી અને સાગર મોદી દ્વારા હોસ્પિટલના ડોકટર્સ અને નર્સીસ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ હિમોફીલિયામાં સ્વ. અશોક વર્મા દ્વારા કરવામાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...