પરીક્ષાઓનો શુભારંભ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના સ્નાતક-અનુસ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

પાટણ16 દિવસ પહેલા
  • આશરે 25 હજાર છાત્રો પરીક્ષા આપશે, જે નહિ આપે એમની ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે
  • ઓબ્ઝર્વેશન માટે 17 ટીમો બનાવાઈ, કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • ​ગણીત ભવન ખાતેના કેન્દ્રમાં પરીક્ષા ખંડમાં માત્ર બે કે ત્રણ પરીક્ષાર્થીઓએ જ પરીક્ષા આપી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષાઓનો 27 ડિસેમ્બરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ આજે ગુરૂવારથી બીજા તબક્કાની સ્નાતક અને અનુસ્નાતક સેમ 3ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જેમાં આશરે 25 હજાર છાત્રો પરીક્ષા આપશે.

યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજે 6 જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતક સેમ 3ની LLM, બી.એડ, એમ.એસ.સી, એમ.એડ, એમ.જે.એમ.સી, એમ.આર.એસ, એમ.એસ.ડબ્લ્યુ સહિતની 20થી વધુ અભ્યાસક્રમમાં અંદાજે 25 હજાર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે ઓબ્ઝર્વેશન માટે 17 ટીમો બનાવેલી છે. જે પરીક્ષા સેન્ટરો પર નિરીક્ષણ કરશે. જે છાત્રો પરીક્ષા આપવા માંગતા હોય એ આપી શકશે. જે નહિ આપે એમની ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે. હાલમાં કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં.

નોંધનીય છે કે યુનિવર્સિટીના ગણિત ભવન ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ઓફલાઇન પરીક્ષાનો વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો હોય તેમ પરીક્ષા ખંડમાં માત્ર બે કે ત્રણ પરીક્ષાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. તો કેટલાક સેન્ટરો ઉપર 90 ટકા હાજરી જ જોવા મળી હતી

અન્ય સમાચારો પણ છે...