એચએનજીયુનું ગૌરવ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મહિલા ટીમ ફેન્સિગ સ્પર્ધામાં "ખેલો ઈન્ડિયા સ્પધૉ" માટે ક્વોલિફાઈ થઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ફેન્સિગ સ્પધૉમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
  • શારિરીક શિક્ષણ નિયામક સહિત યુનિવર્સિટી પરિવારે શુભકામનાઓ પાઠવી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનું નામ રોશન કરે તે માટે સ્પોર્ટ્સ વિભાગ દ્વારા અવાર નવાર વિવિધ સ્પધૉઓનું આયોજન કરી ખેલકૂદમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મહિલા ટીમે સૌ પ્રથમવાર ફેન્સિગ સ્પધૉમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં યુનિવર્સિટીની મહિલા ટીમે "ખેલો ઈન્ડિયા સ્પધૉ" માટે ક્વોલિફાઈ બની યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે.

આ અંગે યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગના નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું કે તા. 7 જાન્યુઆરીથી તા. 11 જાન્યુઆરી 2021 દરમ્યાન ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર મુકામે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ફેન્સીંગ મહિલા સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમવાર પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મહિલા ટીમે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ આ ફેન્સિગ મહિલા સ્પધૉમાં ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં તેઓ "ખેલો ઈન્ડિયા સ્પધૉ" માટે ક્વોલિફાઈ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

મહિલા ટીમે પ્રથમવાર ફેન્સિગ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરી "ખેલો ઈન્ડિયા સ્પધૉ" માટે ક્વોલિફાઈ બની યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું હોવાથી યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા મહિલા ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી "ખેલો ઈન્ડિયા સ્પધૉ"માં પણ વિજેતા બને તેવી શુભકામના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...