મૃતકોને સહાય:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આકસ્મિક મૃત્યુ પામેલા ત્રણ કર્મચારીઓને 3 લાખની સહાય આપશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ વર્ષમાં યુનિવર્સિટીના ત્રણ કર્મચારીઓને આકસ્મિક નિધન થયા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વહીવટી ભવન તેમજ વિભાગોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું કોરોનામા કે આકસ્મિક મોત થાય તો તેમને સહાય પેટે બે લાખ રૂપિયાની રકમમાં એક લાખ રૂપિયાનો વધારો કરી ત્રણ લાખ રૂપિયા મુત્યુ સહાય આપવાનો કારોબારીએ ઠરાવ કર્યો હતો. જે અનુસંધાને એક જ વર્ષમાં યુનિવર્સિટીના ત્રણ કર્મચારીઓને આકસ્મિક નિધન થતાં ત્રણે કર્મચારીઓને ત્રણ ત્રણ લાખ રૂપિયા સહાય આપવા માટે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.ટૂંક સમયમાં ત્રણેના પરિવારોને આ રકમ આપવામાં આવનાર છે.

યુનિવર્સિટીમાં ફરજ બજાવતા એમ.એસ.સી.આઈ.ટી વિભાગના હેડ પ્રોફેસર વિશાલ ભેમવાલાનું કોરોના મહામારી દરમિયાન કોરોનામાં મોત થયું હતું.ત્યારબાદ કુલપતિ ચેમ્બર ના ચોકીયાત આધેડ ઉંમરના કર્મચારી રૂપાજી ઠાકોરનું હાર્ટ અટેકથી મોત થયું હતું.

તાજેતરમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. ધર્મેન્દ્ર પટેલનું હાર્ટ અટેકથી અવસાન થવા પામ્યું હતું.ત્રણેય કર્મચારીઓ ચાલુ ફરજમાં હોય આકસ્મિક મોત થતા યુનિવર્સિટી દ્વારા પરિવારને રાહત માટે આર્થિક 3 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.જેના માટે જરૂરી કાગળોની કાર્યવાહી પૂર્ણ થઈ હોય ટૂંક સમયમાં ત્રણેય કર્મચારીઓના પરિવારોને આ રકમ આપવામાં આવનાર છે.તેવું કુલપતિ ડૉ.જે.જે.વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...