તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya University Will Conduct Examinations For Students Who Have Failed The Online Examination And Failed The Examination.

પરીક્ષા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષામાં નપાસ થયેલા અને પરીક્ષા ના આપી શકનાર છાત્રોની પરીક્ષા લેવામાં આવશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે દસ હજાર જેટલા છાત્રોની ફરી ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં ઓક્ટોબર ડિસેમ્બર તેમજ માર્ચ જૂનમાં લેવામાં આવેલી 68 ઓનલાઇન પરીક્ષાઓમાં ટેકનિકલ ખામીના કારણે પરીક્ષા ન આપી શક્યાં હોય તેવા તેમજ નપાસ થયેલા રીપીટર વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરમાં સેમ 1,3 અને 5ની 34 પરીક્ષાઓ તેમજ માર્ચ જુનની સેમ 4,6,8 અને બી.કોમ એલ.એલ.બી સેમ 10ની કુલ 34 પરીક્ષાઓ ઓનલાઇન યોજાઇ હતી. આ પરીક્ષામાં નપાસ થયેલા તેમજ ટેકનિકલ ખામીના કારણે પરીક્ષાઓના આપી શકનાર અંદાજે દસ હજાર જેટલા છાત્રોને ફરી ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાઓ આપી હોય તેમની ઓફલાઈન પરીક્ષાઓ પણ એમસીક્યુ પદ્ધતિથી જ લેવામાં આવે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પ્રથમવાર ઓફલાઈન પરીક્ષામાં પણ થિયરીમાં લખાણ સ્વરુપે પ્રશ્નોત્તરીના બદલે વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવનાર છે અને ઓનલાઈન પદ્ધતિ જે રીતે પરીક્ષા યોજાઇ હતી તે રીતે ઓફલાઈન પરીક્ષા સેન્ટરોમાં લેવામાં આવશે પરંતુ વિદ્યાર્થીઓને જવાબો વિકલ્પમાં જ આપવાના રહેશે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા નું ભારણ રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...