કોર્ટનો સ્ટે:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પ્રોફેસર આદેશપાલને ફરજિયાત નિવૃત્તિ મામલે કોર્ટનો સ્ટે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભષ્ટાચાર મામલે ફરજીયાત નિવૃત્તિ લેવા હુકમ કરતા પ્રોફેસર કોર્ટમાં ગયા હતા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર આદેશપાલને ફરજિયાત નિવૃત્તિ આપવા માટેનો ઠરાવ કરવા મામલે પ્રોફેસર હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા કોર્ટે યુનિવર્સિટીના નિર્ણય સામે સ્ટે આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટીમાં કારોબારી બેઠકમાં ઇસી સભ્યોએ શિક્ષણ વિભાગના આદેશ મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી કરવાના ભાગરૂપે પ્રોફેસર આદેશપાલને યુનિવર્સિટીમાંથી ફરજિયાત નિવૃત્તિ આપવા માટેનો ઠરાવ કરવામાં આવતા પ્રોફેસર દ્વારા યુનિવર્સિટી લીધેલ પગલાં સામે નિવૃત્તિનો અસ્વીકાર કરી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

મંગળવારે પિટિશનમાં વેકેશન બેચ ના ન્યાયાધીશ દ્વારા યુનિવર્સિટીની કારોબારીમાં લેવાયેલ નિર્ણય સામે હાલ પૂરતો સ્ટે આપવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...