વિદ્યાર્થીઓને ધરમનો ધક્કો:ચૂંટણીને લઈને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા મોકુફ રખાઇ, વિદ્યાર્થીઓને જાણ ન કરતાં ધોક્કો પડ્યો

પાટણ18 દિવસ પહેલા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટેની ઓફલાઈન પરીક્ષા ચૂંટણીને લઇ મોકૂફ અચાનક મોકુફ રખાતા અને આ બાબતથી અજાણ ગુજરાત સહિત અલગ અલગ રાજ્ય અને જિલ્લા માંથી આવતા 1600 થી વધુ વિદ્યાર્થીઓ મંગળવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ ખાતે પરિક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધાર્થીઓને પરિક્ષા મૌકુફ રાખવામાં આવી હોવાની જાણ થતાં વિધાર્થીઓને ધરમ ધક્કો ખાવો પડતાં વિધાર્થીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો.

આ બાબતે જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટીમાં નવીન શૈક્ષણિક વર્ષમાં પીએચડી અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોના 1600 થી વધુ વિધાથીઓએ પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તા.22 23 અને 24 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ અલગ અલગ વિષય વાઇઝ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઓફ લાઇન પરિક્ષા લેવામાં આવનાર હતી. પરતુ હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્ટાફને ચૂંટણીની કામગીરી ફાળવતા યુનિવર્સિટી દ્વારા પીએચડી ની પ્રવેશ પરીક્ષા અચાનક મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં અને આ બાબતે વિધાર્થીઓને.કોઈ પણ પ્રકારની જાણ નહીં કરાતાં પરિક્ષા ના ટાઈમ ટેબલ મુજખ મંગળવારના રોજ ગુજરાત સહિત અન્ય રાજ્યો માથી પી એચડી ની પ્રવેશ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધાર્થીઓને પરિક્ષા મૌકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળતાં વિદ્યાર્થીઓને ધરમ નો ધક્કો પડ્યો હતો અને પરીક્ષા ના આયોજન સામે વિરોધ નોંધાવ્યો હતો .

ઔરંગાબાદથી પ્રવેશ પરીક્ષા આપવા આવેલા રાહુલ પટેલ નામના વિધાર્થીએ જણાવ્યું હતું કે હું મારી નોકરી માંથી રજા મૂકી વિમાન મારફતે પી એચ ડી ની પરીક્ષા આપવા માટે આવ્યો છું અહીંયા આવ્યો એટલે ખબર પડી કે પરીક્ષા ચૂંટણી ના કારણે રદ કરી છે પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી એટલે અમારો બધો કરેલ ખર્ચ માથે પડ્યો છે જાણવા મળ્યું છે કે પરીક્ષા ની તારીખ પણ બદલી છે તો અમારા કરેલ ખર્ચ અમને પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી.

શ્રદ્ધા ભટ્ટી નામના વિધાર્થીએ જણાવ્યું હતું કે હું રાજકોટ થી પી એચ ડી ની પરીક્ષા આપવા માટે આવી છું મારે હોસ્પિટલ મેનેજમેન્ટ ની પરીક્ષા હતી.પરંતુ ઇમર્જન્સી માં પરીક્ષા રદ કરી છે ચૂંટણી ની જાહેરાત થયે પણ 15 દિવસ થયા છે તો શું પરિક્ષા ના આયોજકો ને હવે ખબર પડી એમ જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.તો વિધાર્થીઓની રજુઆત સાંભળવા યુનિવર્સિટી નાં કુલપતિ, રજિસ્ટ્રાર કે અન્ય કોઈ જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા અને પરિક્ષા મૌકુફ રાખવામાં આવી હોવાનો વિધાર્થીઓને મેસેજ પણ કરવામાં ન આવતાં દુર દુર થી પરિક્ષા આપવા આવેલાં વિધાર્થીઓ દ્વારા જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...