આયોજન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા માર્ચ અને જૂનની લેવાયેલી પરીક્ષાઓના પરિણામો ઝડપી જાહેર કરવા આયોજન

પાટણએક મહિનો પહેલા
  • 47 પરીક્ષાના 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ અને જૂનની પરીક્ષાઓ એપ્રિલ માસમાં યોજાઇ હતી. જેમાં સ્નાતક સેમ 4 અને સેમ 6 તેમજ અનુસ્નાતક સેમ 4ની પરીક્ષાના પરીણામો નવા શૈક્ષણિક સત્ર પૂર્વે જાહેર કરવામાં આવે તેવું આયોજન પરીક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ અને જૂન મહિનાની સ્નાતક સેમ.4, સેમ.6 અને અનુસ્નાતક સેમ.4ની પરીક્ષાઓ એપ્રિલ માસમાં લેવાઇ હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 47 જેટલી પરીક્ષાઓમાં 70 હજાર જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

હાલમાં વેકેશનનો સમયગાળો ચાલતો હોઇ યુનિવર્સિટી દ્વારા સ્નાતકના નવા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા મેળવવા માંગતા વિધાર્થીઓને ઝડપી પરીણામ મળે તે માટે સુચારુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને જે તે પરીક્ષાના કન્વીનરોને મુલ્યાંક ન ઝડપથી થાય તેવી સૂચના અપાઈ છે. જેમાં સ્નાતક કક્ષાએ બી.એ., બી.કોમ. અને બીએસસી સિવાયના તમામ અભ્યાસક્રમોના પરીણામો જૂન માસના નવા શૈક્ષણિક સત્ર પહેલા જ જાહેર કરવા માટે તેમજ તેનું ત્વરિત મૂલ્યાંકન થાય તે હેતુથી યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ તેમજ કુલપતિ અને રજીસ્ટાર દ્વારા પરીણામ તૈયાર કરવા માટે અપડેટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આમ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ માસમાં લેવાયેલા સ્નાતક સેમ.4, સેમ.6 અને અનુસ્નાતક સેમ.4ની 47 જેટલી પરીક્ષાઓના પરીણામો નવા શૈક્ષણીક સત્ર પૂર્વે જાહેર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...