વિરોધ પ્રદર્શન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ સાથે ફરી ધરણાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ દ્વારા સોમવાર સુધીમાં નિર્ણય લેવાની બાંહેધરી બાદ કોઇ નિર્ણય ન લેવાતા છાત્રો આંદોલન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની આગામી 27 ડિસેમ્બરથી શરૂ થનાર ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માગણી સાથે છાત્રો અને એનએસયુઆઇના કાર્યકરો દ્વારા ભૂખ હડતાળ શરૂ કરી હતી.જેને પગલે શુક્રવારે કુલપતિ દ્વારા પરીક્ષા મામલે સોમવાર સુધીમાં હકારાત્મક નિર્ણય લેવા બાંહેધરી આપતાં છાત્રોએ હડતાલ સમેટી લીધી હતી.

પરંતુ સોમવાર સુધીમાં કુલપતિ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય ન લેવાતા મંગળવારે વહેલી સવારથી જ ફરી કાર્યકરો અને છાત્રો મોટી સંખ્યામાં એકત્ર થઇને વહીવટી ભવન બહાર કુલપતિના નામનો હૂરીયો બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરવાની માંગ સાથે પ્રતીક ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા.

મોડી સાંજ સુધી છાત્રો ભવનમાં જ બેસી રહીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યથાવત્ રાખ્યું હતું સાંજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ આંદોલનમાં એનએસયુઆઇના પ્રદેશ અધ્યક્ષ મહિપાલસિંહ ગઢવી, જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, મહામંત્રી જૈમીન સહિતના કાર્યકરો અને છાત્રો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...