માંગણી સ્વીકારાય:હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ગુણ સુધારણા કૌભાંડ મામલો, કાર્યવાહી કરવા માટે કુલપતિએ વધુ સમયની માંગ કરતા સરકારે એક મહિનાનો સમય આપ્યો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિએ કૌભાંડ અંગે વધુ ખાતાકીય તપાસની જરૂર હોવાથી સમય માગ્યો હતો
  • યુનિવર્સિટીમાં 2018 માં થયેલા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં દોષિતો સામે કાર્યવાહી કરવા માટે સરકારે કુલપતિને સુચના આપી હતી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં અધિક સચિવની તપાસમાં ગુણ સુધારણા કૌભાંડ સામે આવ્યું હતું. જે અંગે દોષીતો સામે કાર્યવાહી કરવા સરકારે સુચના આપી હતી. જેને લઈ કુલપતિએ કૌભાંડ અંગે કસૂરવારોની ખાતરી કરવા માટે વધુ ખાતાકીય તપાસની જરૂર હોવાની સરકાર પાસે સમયની માગણી કરી છે. ત્યારે સરકારે વધુ એક માસનો સમય આપ્યો છે.

યુનિવર્સિટીમાં 2018 માં થયેલા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં દોષિતો સામે કાર્યવાહી કરવા માટે સરકારે સુચના આપી હતી. ત્યારે કુલપતિ દ્વારા રિ-એસએસમેન્ટની ઉત્તર વહી બદલવાનું કૌભાંડ કરનારાને બહાર લાવવા માટે સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાતાકીય તપાસની જરૂર હોવાથી આ નિર્ણય લેવો શક્ય ન હોય સરકાર દ્વારા તપાસ માટે વધુ સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શિક્ષણ કમિશ્નરને આ અંગે પત્ર લખીને સમયની માગણી કરવામાં આવતાં સરકાર દ્વારા તેમની માંગણી ગ્રાહ્ય રાખી એક માસનો સમય આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે જણાવ્યું હતું કે, આગામી 29 ડિસેમ્બરના રોજ કુલપતિ દ્વારા કારોબારી બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વહીવટી કામો અંગે ચર્ચા કરવામાં આવશે. કૌભાંડ અંગેનો મુદ્દો બેઠકમાં મુકવામાં આવશે. જે બાબતે ચર્ચાઓ પણ થશે. પરંતુ સરકારે એક મહિનાનો સમય કાર્યવાહી કરવા માટે ફાળવવામાં આવ્યો હોવાથી કાર્યવાહી કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

કુલપતિએ કેમ વધુ સમય માંગ્યો; (કુલપતિએ જણાવેલી બાબત)

  • રીએસેસમેન્ટ કરનાર સમગ્ર સ્ટાફ કૌભાંડમાં સામેલ નથી. મને તેમજ સ્ટાફને અંધારામાં રાખી ઉત્તરવહી બદલવાનું કૃત્ય કરનાર બે કે ત્રણ જ દોષીતો હશે. જેથી ઉંડાણપૂર્વક તપાસની જરૂર જણાય છે.
  • રીએસેસમેન્ટ કામગીરીમાં સંકળાયેલ તમામ સ્ટાફ સહિત કર્મીઓના નિવેદનો લઈ તેમાંથી કસુરવારો કોણ છે. તે શોધી જે તે જવાબદાર દોષિતની ભૂમિકા નક્કી કરવામાં આવશે .
  • બે કે ત્રણ દોષિત લોકો છે. તેમની સજા સમગ્ર સ્ટાફને ન આપી શકાય માટે તપાસની જરૂર છે.
  • સાચા દોષિત લોકોને શોધી તેમની સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવા માટે સમય મંગાયો.

કારોબારી મ‌‌ળશે પણ નિર્ણય નહીં લેવાય
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડી.એમ. પટેલ જણાવ્યું હતું કે 29 નવેમ્બરના રોજ કુલપતિ દ્વારા કારોબારી બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વહીવટી કામો અંગે ચર્ચા થશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કૌભાંડનો મુદો બેઠકમાં મુકવામાં આવનાર છે તે બાબતે સભ્યો ચર્ચા કરશે. પરંતુ સરકારે સમય આપ્યો હોઈ સભ્યો કાર્યવાહી કરવાના મૂડમાં હોવા છતાં પણ સરકારે સમય આપતા હવે હાલ કોઇ કાર્યવાહી કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...