તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya University MA Sem 4 In Sociology Subject To Large Number Of Students Failing The Demand For Full Verification Of Students

રજૂઆત:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એમએ સેમ 4માં સમાજશાસ્ત્ર વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નપાસ થતાં પૂર્ણ ચકાસણી માટે વિદ્યાર્થીઓની માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા વિભાગ દ્વારા ચકાસણી બાદ ફેરફાર થશે તો નવેસરથી પરિણામ જાહેર કરવા છાત્રોને ખાત્રી અપાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂન 2021ની એમ.એ સેમ 4ની ઓનલાઈન પરીક્ષામાં સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામીના કારણે ગ્રામીણ સમાજશાસ્ત્ર વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નપાસ થતા બુધવારે વિદ્યાર્થીઓ પરીક્ષા વિભાગ અને કુલપતિને વિષયની પુનઃ ચકાસણી કરીને નવેસરથી પરિણામ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા એમ.એ સેમ 4ની ઓનલાઈન પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બધા વિષયોમાં વિદ્યાર્થીઓ પાસ પરંતુ ફક્ત એક જ ગ્રામીણ સમાજશાસ્ત્ર વિષયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નપાસ થવા પામ્યા છે. હોશિયાર વિદ્યાર્થીઓ પણ નપાસ થયા હોવાનું સામે આવતા કોલેજોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.

બુધવારે રાધનપુરની ત્રિક્મજી ચતવાણી આર્ટસ એન્ડ જે.વી ગોકળ કોમર્સ કોલેજ રાધનપુરના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના 21 વિદ્યાર્થીઓને તમામ પેપરમાં 60 માર્ક્સથી વધારે હોવા છતાં ફક્ત એક જ ગ્રામીણ સમાજશાસ્ત્ર વિષયમાં જ 20થી નીચે પરિણામ આવ્યું છે. જેથી તમામ વિદ્યાર્થીઓ નપાસ થવા પામ્યા છે. યુનિની પરીક્ષામાં સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીના કારણે નપાસ થયા હોય તાત્કાલિક પરિણામની તપાસ કરીને નવેસરથી પરિણામ જાહેર કરવામાં આવે તેવી પરીક્ષા વિભાગ તેમજ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

આ બાબતે યુનિવર્સિટી પરિક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર, આન્સર કી અને તેના માર્કસની ચકાસણીની પકિયા ચાલુ છે અને જે વિદ્યાર્થીને મળવાપાત્ર સુધારા હશે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...