તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલની ઓનલાઇન ઉપસ્થિતિમાં વર્ષ 2018 અને 2019ના કુલ 89 છાત્રોને 108 સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. ચંદ્રક મેળવવામાં મહિલા સશક્તિકરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં 89 છાત્રો પૈકી 57 વિદ્યાર્થીનીઓએ અને 32 વિદ્યાર્થીઓએ ચંદ્રક પોતાના નામે કર્યા હતા.
યુનિવર્સિટીના હોલમાં શુક્રવારે વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવા માટે પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્ય મહેમાન તરીકે સંસ્કૃત તજજ્ઞ ડૉ. ગૌતમભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિક, કુલપતિ ર્ડા. જે.જે. વોરા અને રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ. પટેલના હસ્તે છાત્રોને સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરાયા હતા. સમારોહમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓ, ઇસી સભ્યો તેમજ સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલો હાજર રહ્યા હતા. લાઈફ સાયન્સમાં બે મેડલ મેળવનાર પાટણની છાત્રા પટેલ કોમલે જણાવ્યું હતું કે ઉચ્ચ પરિણામ માટે મેં ખુબ મહેનત અવશ્ય કરી છે.પરંતુ મહેનત કરતા હું કોલેજમાં શિક્ષણકાર્ય દરમ્યાન પૂરતું ધ્યાન આપી તેનું રીવીઝન કરતી હતી.
હિંમતનગરની છાત્રાએ 6 મેડલ મેળવ્યા
હિંમતનગરની એસ.એસ.મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની એમ.એ ની છાત્રા ચૌહાણ મેઘકુમારી અર્જુનસિંહે જનરલ સંસ્કૃત 1 થી 4, ફાઈનલ, એમ 6 વિષયોમાં સૌથી વધુ ઉચ્ચ પરિણામ મેળવી સૌથી વધુ 6 સુવર્ણ ચંદ્રક મેડલ મેળવનાર છાત્રા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.