આયોજન:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને પેપરલેશ બનાવવાના આયોજન માટે બેઠક મળી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ ડેડા અને માહિતી ડીઝીટલલાઇઝ કરવા માટે આયોજન શરૂ કરાયું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પેપરલેશ યુનિવર્સિટીના આયોજન માટે રચાયેલ કમિટીની બેઠક મળી હતી.જેમાં પર્યાવરણ જાળવણી અંર્તગર્ત કાગળો વૃક્ષના લાકડા માંથી બનતા હોઈ વૃક્ષોના રક્ષણ માટે યુનિમાં શક્ય હોય એટલા પેપરનો ઉપયોગ ઓછો કરવામાં આવે, તમામ માહિતીઓ ડેટા કોમ્યુટરરાઇઝ કરવા પર વિશેષ ભાર મુકાયો હતો.

વધુમાં વિદ્યાર્થીના પ્રવેશ પ્રક્રિયાથી લઈ અભ્યાસ પૂર્ણ થાય તે સમય આપવામાં આવતા વિવિધ સર્ટી ના તમામ ફોર્મ ઓનલાઈન ભરાય ,વહીવટી કામોના કાગળો પણ ડેટા એન્ટ્રી સ્વરૂપે ડીઝીટલલાઈઝ સેવ કરાય ,કર્મચારીઓ પણ કાગળોના બદલે કોમ્યુટર વર્ક કરે માટે કમિટી દ્વારા વિચારણા કરી આયોજન કરાઇ રહ્યું છે.તેવું કમિટીના સભ્ય ઇસી સભ્ય હરેશ ચૌધરીએ જણાવ્યું હતું.આ કમિટીની બેઠકમાં સિસ્ટમ એનાલિસિસ ભરત પટેલ ,પરીક્ષા નિયામક મિતુલ દેલિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...