તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ નેકમાં અરજી માટે ઇ-મેઇલ કર્યો પણ કોઈ જવાબ નહીં

પાટણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેકમાં દરખાસ્ત ન કરાતાં મંગળવારે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. - Divya Bhaskar
નેકમાં દરખાસ્ત ન કરાતાં મંગળવારે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
 • દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો જાગ્યા
 • યુનિવર્સિટીએ કરેલા ઇ-મેઇલના પ્રત્યુતર મળ્યા બાદ જ અરજી કરી શકાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મળેલ એ ગ્રેડ સાચવવામાં બેદરકાર સાબિત થઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે નેકમાં અરજી કરવા માટે લોગીન અને પાસવર્ડ મેળવવા બુધવારે ફરી ઇમેઇલ કરાયો હતો. અગાઉ કરેલ ઇ-મેઇલનો નેકમાંથી કોઈ પ્રત્યુત્તર જ ન હતો. ત્યારે ફરી કરેલ ઇ-મેઇલના પ્રત્યુતર બાદ જ અરજી કરી શકશે.

યુનિવર્સીટીને નેક દ્વારા મળેલ એ ગ્રેડ સાચવવામાં બેદરકારી દાખવનાર કુલપતિઓ સહીત જવાબદાર કર્મીઓ સામે અનેક સવાલો ઉઠ્યાં છે. ત્યારે એ ગ્રેડની અવધિ પૂર્ણ થાય તે પહેલા નેકમાં અરજી કરવાની હોય છે. પરંતુ તે માટે નેકમાંથી લોગીન અને પાસવર્ડ લેવા માટે ઇમેઇલ કરવો પડે છે. જે મળ્યા બાદ ઓનલાઇન અરજી કરવાની રહે છે. દિવ્ય ભાસ્કરના એહવાલ બાદ અરજી કરવા માટે ફરી બુધવારે નેકમાં ઈમેલ કરાયો છે. પ્રત્યુત્તર આવ્યા બાદ અરજી કરાશે તેવું રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો