ડીજેના તાલે ગરબાની રંગત:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનો પ્રારંભ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ થઇ ડીજેના તાલે ગરબાની રંગત જમાવી

સમગ્ર ભારત વર્ષમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે અગીયાર દિવસીય ગણેશ મહોત્સવનો ભકિતસભર માહોલમાં પ્રારંભ થયો છે. સાર્વજનિક પંડાલો સહિત સોસાયટી-મહોલ્લા પોળો અને ઘર સ્થાનકોમાં શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિની શુભમુર્હુતમાં સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ ઉત્સવ શાળા સંકુલ સહિત યુનિવર્સિટીમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા બીજા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યા છે. જ્યાં ગતરોજ સાંજે વિદ્યાર્થીઓ દ્વારા શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી પૂજાઅર્ચના કરવામાં આવી હતી. મહોત્સવના બીજા દિવસે કેમેસ્ટ્રી ભવનના પ્રાંગણ ખાતે વિદ્યાર્થીઓએ ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ થઇ ડીજેના તાલે ગરબાની રંગત જમાવતા સમગ્ર વાતાવરણ શ્રીજીના રંગે રંગાઇ ગયુ હતું. તો આવતીકાલે શુભમુર્હુતમાં ભગવાન ગણેશજીની વિસર્જનયાત્રા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...