• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya University Demanded An Early Solution To The Problem Of Movement In The Scheduled Castes Boys And Girls Hostels.

રજૂઆત:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસૂચિત જાતિના કુમાર અને કન્યા છાત્રાલયમાં અવર-જવરના રસ્તાનો વહેલીતકે ઉકેલ લાવવા માગ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા રસ્તો ફાળવવામાં નહીં આવે તો સંગઠનના આગેવાનોએ હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી

પાટણ યુનિવર્સિટીમાં અનુસૂચિત જાતિના કુમાર અને કન્યા છાત્રાલયનાં યુનિવર્સિટીમાંથી અવર-જવરના વિવાદિત રસ્તા બાબતનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ તથા સમાજ સંગઠનના અગ્રણીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

છાત્રાલયના રસ્તાને લઈ વિવાદ
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટણ યુનિવર્સિટીમાં અનુસૂચિત જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા માટે સમાજ કલ્યાણ વિભાગ પાટણ દ્વારા સરકારમાં યોગ્ય નિર્ણય માટે પત્રવ્યવહાર બાદ સરકાર દ્વારા ગ્રાંટ ફાળવવામાં આવી હતી.પરંતુ આ કુમાર અને કન્યા છાત્રાલય યુનિવર્સિટીના કમ્પાઉન્ડની અંદર બનાવવા માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે. જેના બાંધકામ માટે સરકારે ગ્રાન્ટ ફાળવેલી છે. પરંતુ યુનિવર્સિટીના મુખ્ય રસ્તા સાથે તેનો રસ્તો સંલગ્ન કરવા યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટમાં કાનૂની લડત ચાલતી હોઇ અનુસૂચિત જાતિના વિધાર્થીઓને આ વિવાદને કારણે અન્યાય થઇ રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ વિવાદીત રસ્તાનું નિરાકરણ લાવવા ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે.

પ્રશ્નનો ઉકેલ ન આવે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી
જો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા રસ્તો ફાળવવામાં નહીં આવે તો સંગઠનના આગેવાનોએ હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે..

અન્ય સમાચારો પણ છે...