વિદ્યાર્થીઓ માટે ખુશખબર:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કોલેજોમાં નમો ટેબ્લેટ આપવા માટે 2019માં એક-એક હજાર વસૂલ્યા બાદ હવે ત્રણ વર્ષે ટેબ્લેટ મળશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 208 કોલેજના 11,300 વિદ્યાર્થઈઓને ટેબ્લેટ આપવામાં આવશે, સોમવારથી વિતરણ શરૂ કરાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વર્ષ 2019 માં નમો ટેબલેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી દ્વારા એક હજાર રૂપિયા લઇ ટેબલેટ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ પૈસા ભર્યા બાદ ફક્ત 40 ટકા જ વિદ્યાર્થીઓને વિતરણ થાય એટલા ટેબ્લેટ આવ્યા હતા.જેથી 60 ટકા વિદ્યાર્થીઓને ટેબ્લેટ છેલ્લા ત્રણ વર્ષથી બાકી હોય કે.સી.જી દ્વારા બાકીના વિદ્યાર્થીઓ પૈકી 11300 ટેબ્લેટ યુનિવર્સિટીને આપવામાં આવતા યુનિવર્સિટી દ્વારા આગામી સોમવારથી વિતરણ કરવામાં આવનાર છે.

યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નમો યોજનાં 2019 -20 અંતર્ગત છાત્રોએ ટેબ્લેટ માટે યુનિવર્સિટીમાં 1 હજાર જમાં કરાવતા યુનિવર્સિટી દ્વારા સરકારની ટેબ્લેટ વિતરણ એજન્સી કે.સી.જીને રકમ આપી ટેબ્લેટની માંગણી કરવામાં આવી હતી.જેની સામે શરૂઆતના પ્રથમ તબક્કામાં 14924 ટેબ્લેટ યુનિવર્સિટીને મળ્યાં હતાં. ત્યારબાદ સરકાર દ્વારા ચાઈનાના ટેબ્લેટ ખરીદી પર પ્રતિબંધ મૂકી મેડન ઇન્ડીયાના ટેબ્લેટ આપવાનું આયોજન કર્યું હોય છેલ્લાં ત્રણ વર્ષથી કે.સી.જી દ્વારા બાકી રહેલા ટેબ્લેટ આપવામાં ન આવતા છાત્રો કાગડોળે રાહ જોઈને બેઠા હતાં. જે દરમિયાન તેમનો અભ્યાસ પણ પૂર્ણ થવા પામ્યો છે. અંતે બાકી ટેબ્લેટ પૈકી યુનિવર્સિટીને કે.સી.જી દ્વારા 11,300 લાવા કંપનીનાં ટેબ્લેટ આપવામાં આવ્યાં હતાં. જે ગુરૂવારે યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા.જેને કુલપતિ સહિત સ્ટાફની હાજરીમાં સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યાં હતાં.

કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, કે.સી.જી દ્વારા યુનિવર્સિટીને 11,300 ટેબ્લેટ આપ્યાં છે. જે અંદાજે 208 કૉલેજોમાં છાત્રોને વિતરણ કરવામાં આવશે. આગામી સોમવારથી વિતરણ શરુ કરીશું. સૌપ્રથમ સરકારી બાદમાં ગ્રાન્ટેડ અને પછી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...