• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya University Announced The Provincial Result In One And A Half Hour For The First Time Assistant Registrar Recruitment Exam.

ગણતરીની મિનિટોમાં પરિણામ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રથમવાર આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની ભરતી પરીક્ષામાં દોઢ કલાકમાં પ્રોવિંઝનલ પરીણામ જાહેર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 137 માંથી 30 ઉમેદવાર પાસ 10 સપ્ટેમ્બર ના રોજ પાસ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજાશે

હેમચંદ્રાચાર્યે યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજીસ્ટરની રવિવારે ભરતી પરીક્ષા ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે સીસીટીવી અને હાઇસિક્યુરિટી સાથે યોજાઇ હતી. જેમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ દોઢ કલાકમાં જ પ્રોવિઝનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પાસ થયેલા ઉમેદવારોના આગામી 10 સપ્ટેમ્બર ના રોજ કેમ્પસ ખાતે ઇન્ટરવ્યૂ યોજાશે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની કાયમી જગ્યાની ભરતી માટે કુલપતિની અધ્યક્ષતામાં બનેલ આયોજન કમિટી દ્વારા આયોજન બંધ રીતે પ્રકિયા કરવામાં આવી છે. રવિવારે ભરતી પરીક્ષામાં કેન્દ્ર માં પ્રથમવાર સિક્યુરિટી સાથે બ્રાઉન્સર રાખવામાં આવ્યા હતા.ઉમેદવારોની ચકાસણી કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉપરાંત સમગ્ર સીસીટીવી સજજ કેમ્પસમાં 18 બ્લોકમાં આ પરીક્ષા લેવાઈ હતી.પરીક્ષા પૂર્ણ થતા દોઢ કલાકમાં જ ઉમેદવારોને પ્રોવિઝનલ પરિણામ જાહેર કરી કોઈ ટેકનીકલ ભૂલ કે વાંધો હોય તો રજુ કરવા માટે રાત્રે 12:00 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. સોમવારે મોડી સાંજે ફાઇનલ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન કુલપતિ રજીસ્ટ્રાર હાજર રહી પરીક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. પરિણામ જાહેર થયા બાદ કોઈ વાંધાજનક હોય તો રજૂઆત માટે ઉમેદવારોને સમય આપવામાં આવ્યો હતો.

137 ઉમેદવારોએ પરીક્ષા આપી , 30 પાસ થયા
કુલ 206 ઉમેદવારો કોવિલિફાઇડ થયા હતા.જે પૈકી પરીક્ષા આપવા 137 ઉમેદવાર હાજર રહ્યા હતા.પરીક્ષા પૂર્ણ થતાં જાહેર થયેલા પ્રોવિઝન પરિણામ માં 40 ટકાથી પાસિંગ ગુણ હોય ફકત 30 ઉમેદવારો પાસ થયા હતા. આ ઉમેદવારોને 10 સપ્ટેમ્બર ના રોજ કેમ્પસમાં ઈન્ટરવ્ય માટે બોલાવવામાં આવશે. તેવુ યુનિવર્સિટી ના નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...