લોકદરબાર:હેમચંદ્રાચાર્ય યુનિની શુદ્ધિકરણ સમિતિની બેઠકમાં ડમીની વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો

પાટણએક મહિનો પહેલા
  • યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠક અને વિધાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે લોકદરબાર યોજાયો હતો

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠક અને વિધાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે લોકદરબાર યોજાયો હતો. શુદ્ધિકરણ સમિતિની બેઠકમાં 9 કેસો પૈકી 2 કેસોમાં સમિતિના સભ્યો દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષામાં એક વિદ્યાર્થીની ડમી તરીકે બેસતા તેની 3 મહિના માટેની ઈન્ટર્નશીપ લંબાવી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના વહીવટી ભવનના હોલ ખાતે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠક કારોબારી સમિતિના સભ્ય હરેશભાઇ ચૌધરી અને પરીક્ષા નિયામક મીતુલ દેલીયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાઇ હતી. આ બેઠક પૂર્વે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિધાર્થીઓને તેમના પરીણામો સહિત સર્ટીફીકેટ તેમજ માર્કશીટમાં ગુણ સુધારણા જેવા વિવિધ પ્રશ્નો અંગેનું નિરાકરણ લાવવા માટે લોકદરબાર યોજાયો હતો જેમાં એક પછી એક વિદ્યાર્થીને રુબરુ સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણ માટે હવે તેમને યુનિવર્સિટીના ધકકા નહીં ખાવા પડે તેનું નિરાકરણ થયા બાદ મોબાઇલ ફોન વડે જાણ કરાશે જેથી વિધાર્થીઓનો સમય અને નાણાનો પણ બચાવ થશે.

ત્યારબાદ પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની બેઠકની કામગીરી શરુ કરવામાં આવી હતી. આ બેઠકમાં નવ જેટલા કેસો વંચાણે લેવામાં આવ્યા હતા જેમાં માસ કોપીકેસમાં ઓબ્ઝર્વરની નિમણુંક કરવી અને સીસીટીવી ફુટેજ મંગાવી આગામી દિવસોમાં નિરાકરણ લાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પરીક્ષામાં ડમી તરીકે બેઠેલી એક વિધાર્થીની સામે તેની 3 મહિનાની ઇન્ટર્નશીપ લંબાવી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...