આંદોલન સમેટાયું:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિએ હકરાત્મક નિર્ણયની ખાતરી આપતા NSUIએ ભૂખ હડતાળ સમેટી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનએસયુઆઇ ના પ્રદેશ અધ્યક્ષ ની દરમિયાન ગીરી બાદ વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ સમેટાઈ
  • પ્રેદેશ અધ્યક્ષ દ્વારા કુલપતિ ને ઓનલાઇન પરીક્ષા લેવાની રજુઆત કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ દ્વારા સેમેસ્ટર-1 ,3 અને 5 ની પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટેની માંગ સાથે બુધવારથી ભૂખ હડતાળ પર બેઠા હતા .કારોબારી માં કોઈ નિર્ણય કરવામાં ન આવતા એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓએ ત્રીજા દિવસે પણ ભૂખ હડતાળ ચાલુ રાખી હતી . ત્યારે આજરોજ એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ અધ્યક્ષ એ કુલપતિને મળી વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવા અંગે નિર્ણય કરવાની રજુઆત કર્તા કુલપતિએ 24 ડિસેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાત્રી આપતા એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ સમેટી લીધી હતી.

કોરોના મહામારી અને વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણ મેળવ્યું હોય પાટણ જિલ્લા એનએસયુઆઈ એ વિદ્યાર્થીઓને સાથે રાખીને યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષાઓ ઓફલાઈન ના બદલે ઓનલાઇન લેવા માટેની માંગ કરવામાં આવી હતી.

ત્યારે યુનિવર્સિટી આ બાબતે કોઈ જ નિર્ણય ના કરતા એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ દ્વારા બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ યુનિવર્સિટીના વહીવટી ભવન પાસે જ ભૂખ હડતાળ ઉપર ઉતરી જઈ પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો . ગતરોજ કારોબારી માં કોઈ નિર્ણય ન કરતા શુક્રવારે પણ ભૂખ હડતાળ રાબેતા મુજબ ચાલુ રાખી હતી . બપોરે એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ અધ્યક્ષ મહિપાલસિંહ ગઢવી યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા. અને કુલપતિ ડૉ મળી વિદ્યાર્થીઓ ની ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી વ્યાજબી હોય આ બાબતે ઝડપથી નિર્ણય લેવા અંગે રજૂઆત કરતાં કુલપતિ ડોક્ટર વાળા ભૂખ હડતાલ પર બેસેલા વિદ્યાર્થીઓ પાસે આવ્યા હતા અને આગામી ૨૪મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન પરીક્ષા અંગે અધ્યપાક ,પ્રિન્સિપાલ અને નાણા સમિતિ એકેડેમિક કમિટી.સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની છાત્રો ને હૈયા ધારણા આપતા .એન એસ યુ.આઇ એ પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હતી.

ગત રોજ કારોબારીમાં કોઈ નિર્ણય ના લેવાતા વિદ્યાર્થીઓ એ કારોબારી સભ્યો ગાડીઓ રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું ઓન લાઈન પરીક્ષા લેવાની માંગ સાથે ભૂખ હડતાળ કરી રહેલ એન એસ યુ આઇ અને છાત્રો અંગે કારોબારીમાં ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવશે તેવી હૈયાધારણ આપવા માં આવી હતી .

પરંતુ કારોબારી પૂર્ણ થયા બાદ પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો હતો જે નિર્ણય ના વિરોધ માં એનએસયુઆઇના કાર્યકરો અને છાત્રો દ્વારા કુલપતિ ડો .જે જે વોરા ને મળી રાત્રે ભારે ભારે આક્રોશ ઠાલાવ્યો હતો અને તેમની માંગ સ્વીકારવા આગ્રહ કર્યો હતો તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા આને કારોબારી સભ્ય પોતાના વાહનો માં યુનિ માંથઈ બહાર નીકળતા વિદ્યાર્થીઓ અને એન એસ યુ આઈ ના કાર્યકરો રોષે ભરાયા હતા અને રસ્તા ઉપર દોડી કેમ્પસમાં ગાડીઓ રોકીને તેનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે કુલપતિ વિદ્યાર્થીઓ ના વિરોધ થી બચવા પાછલા બારણેથી ગાડી લઇ રવાના થઇ ગયા હતા .

અન્ય સમાચારો પણ છે...