સંશોધન માટે સહાય:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના 12 પ્રોફેસરોને રિસર્ચ માઇનોર પ્રોજેકટ માટે 18 લાખની ફાળવણી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજ ઉપયોગી સંશોધન કાર્યને વેગવંતુ બનાવવા કેમ્પસ ખાતે 12 પ્રોફેસરોને રિસર્ચ માઇનોર પ્રોજેકટ માટે 18 લાખ સીડ મનીના ભાગ રૂપે ફાળવાયા છે .

પાટણની હેમ .ઉ .ગુ .યુનિવર્સિટી દ્વારા રીસર્ચ એટલે કે સંશોધનકાર્યને ગતિશીલ અને વેગવંતુ બનાવવા માઇનોર રીસર્ચ પ્રોજેકટ અંતર્ગત પ્રોફેસરોને સીડ મની સંદર્ભે રુપિયા એક લાખથી દોઢ લાખનું ફંડ ફાળવવા નો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેના માટે બજેટ માં 20 લાખ નું ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ હતું . જેના થકી પ્રોફેસરો દ્વારા સમાજ અને દેશ ઉપયોગી સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે .જે ખરેખર આવનાર સમયમાં પ્રશંસનીય બાબત બની રહેશે .

આ પ્રોજેકટ અંતર્ગત યુનિવર્સિટીના સાયંસ , કેમેસ્ટ્રી ,હોસ્પિટલ મેનેજમેન્ટ , એમ બી એ ,ગણિત માઈક્રો બાયોલોજી ના 12 જેટલા અધ્યાપકોએ માઇનોર રીસર્ચ પ્રોજેકટ માટે યુનિ ને દરખાસ્ત કરી હતી .તે દરખાસ્ત ને યુનિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે .આજરોજ યુનિ ના કુલપતિ ડો .જે જે વોરા ,રજીસ્ટાર ડો .રોહિત દેસાઈ ,ડો મફતલાલ પટેલ ,ડો આશુતોષ રાવલ ને સંશોધન કરવા માટે 12 જેટલા અધ્યાપકો ને 17 થી 18 લાખ ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા .આમ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેમ્પસ ખાતે અભ્યાસક્રમોની સાથે સાથે સંશોધન કાર્યને વેગવંતુ બનાવવા નવો આયામ શરુ કરવામાં આવ્યો છે .

હોસ્પિટલ મેનેજમેન્ટના પ્રોફેસરને ખેડૂતોની સસ્યાઓના સંશોધન માટે મંજૂરી અપાઈ
આ અંગે ડો.કે.કે.પટેલે જણાવ્યું હતું કે , યુનિવર્સિટી દ્વારા શરુ કરવામાં આવેલ માઇનોર રીસર્ચ પ્રોજેકટ માં મેં ખેડૂતો ની સમસ્યાઓ ના સંશોધન માટે રજૂ કરવામાં આવેલ મેંટલ વિલબિંગ ઓફ ધ ફાર્મસ પ્રોજેકટ ને મંજૂરી આપવામાં આવી છે અને તેના સંશોધન માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે .

અન્ય સમાચારો પણ છે...