પરીક્ષા પાછળ ધકેલાઇ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા ચૂંટણીના કારણે પાછળ ઠેલાઈ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પીએચડી માં અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ઓનલાઈન પરીક્ષા ચૂંટણીને લઇ મોકૂફ રખાતા હવે 20 દિવસ બાદ આગામી 12 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાશે. યુનિવર્સિટીમાં નવીન શૈક્ષણિક વર્ષમાં પીએચડી અભ્યાસક્રમમાં માટે 1600 જેટલા ઉમેદવારોની નોંધણી પ્રવેશ પરીક્ષા 22 23 અને 24 નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ અલગ અલગ વિષય વાઇઝ કેમ્પસ ખાતે લેવામાં આવનાર હતી. પરતુ હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા યુનિવર્સિટીના સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં ફાળવતા યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પરીક્ષા હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી 12 , 13 અને 14 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે.તેવું રજિસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...