• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University Of Patan Will Provide Financial Assistance Of Rs One To One And A Half Lakh To The Teachers For Research.

પ્રથમવાર નવતર અભિગમ:પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અધ્યાપકોને રિસર્ચ માટે રૂ એકથી દોઢ લાખની નાણાંકીય સહાય અપાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેક કામગીરી અંતર્ગત એક વિશિષ્ટ પ્રયોગ અમલમાં મૂકીને યુનિવર્સિટી સંલગ્ન અધ્યાપકો કે જે રિસર્ચ કરવા માગતા હોય એમની રિસર્ચ અંગેની દરખાસ્તો મંગાવીને તેમાંથી ગુણવત્તાસભર દરખાસ્તોને પસંદ કરી રિસર્ચ માટે નાણાકીય સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે અધ્યાપકો રસ દાખવી રહ્યા છે.
રિસર્ચ માાટે પ્રોત્સાહન મળે તે હેતુ
યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા રિસર્ચને પ્રોત્સાહન મળે તે હેતુથી યુનિવર્સિટીમાં પ્રથમવાર એક નવતર અભિગમ અપનાવીને અધ્યાપકોમાં સંશોધન અંગેની વૃત્તિ કેળવાય અને તેઓ આ દિશામાં આગળ આવે તે માટે પ્રોત્સાહન મળે તે આશયથી અધ્યાપકો પાસેથી રિસર્ચ માટેની દરખાસ્તો મંગાવવામાં આવી હતી.
અધ્યાપકોએ રસરૂચી દાખવી
તેમણે વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા વેબસાઈટ પર વેકેશનના સમયગાળા દરમિયાન દરખાસ્તો કરવા માટે અધ્યાપકોને જણાવાયું હતું. જેમાં અધ્યાપકોએ રસરૂચી દાખવી હકારાત્મક પ્રતિસાદ દર્શાવ્યો છે. યુનિવર્સિટી દ્વારા અધ્યાપકો પાસેથી દરખાસ્તો સ્વીકારવાનું હાલમાં ચાલુ છે.

ડો. વોરાએ વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટી સમ આવેલી દરખાસ્તોને નિષ્ણાતો પાસે મોકલીને તેમાંથી ગુણવત્તાસભર દરખાસ્તો પસંદ કરી યુનિવર્સિટી દ્વારા તેમને નાણાંકીય સહાય આપવામાં આવશે. આ માટે સાયન્સ વિષયમા રિસર્ચ માટે રૂપિયા દોઢ લાખ સુધી અને આર્ટસ, કોમર્સ, એમએસડબલ્યુ, સહિત અન્ય વિષયમાં રિસર્ચ માટે રૂપિયા 1 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ​​​​​​​આ માટે યુનિવર્સિટીની કારોબારી સમિતિ દ્વારા આ રિસર્ચના હેતુ માટે અલગ બજેટની પણ જોગવાઈ કરવામાં આવેલ હોવાનું તેમણે જણાવ્યું હતું. નાણાકીય ઉપલબ્ધતાના અભાવે અધ્યાપકોનું રિસર્ચને લગતું કાર્ય અટકી ન જાય અને યુનિવર્સિટીના ફંડિંગના આધારે અધ્યાપકો તેમને લગતા વિવિધ વિષયોમાં રિસર્ચને લગતું કામ સારી રીતે કરી શકે તે માટે તેમને પ્રોત્સાહન મળી શકે તે હેતુથી નેક અંતર્ગત યુનિવર્સિટી દ્વારા આ નવો પ્રેરણારૂપ પ્રયોગ પ્રથમવાર જ શરૂ કરવામાં આવ્યો હોવાનું કુલપતિએ વધુમાં ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...