તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University MBBS Marks Scam Report Accepted By The Executive Committee Including The Chancellor

સમિતિ બેઠક:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા એમ.બી.બી.એસ ગુણ કૌભાંડના અહેવાલનો કુલપતિ સહિત કારોબારી સમિતિએ સ્વીકાર કર્યો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવા મામલે વિદ્યાર્થીઓને નોટિસ પાઠવી ખુલાસા મંગાવાયા
  • યુનિવર્સિટી ખાતે મળેલી કારોબારીની બેઠકમાં 137 મુદ્દા ઉપર ચર્ચા કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગુરુવારે મળેલી કારોબારીની બેઠકમાં એમબીબીએસનાં પ્રથમ વર્ષના ત્રણ નાપાસ વિધાર્થીઓની ઉતર વહી બદલી તેમને પાસ કરાયાં હોવાના કૌભાંડ મામલે તપાસ કમિટીના દ્વારા રજૂ કરાયેલા અહેવાલને યુનિવર્સિટીના કુલપતિ સહિત કારોબારી સમિતિએ સ્વીકારી ત્રણેય વિદ્યાર્થીઓના પરિણામો રદ કેમ ન કરવાં તે માટે ત્રણેય વિદ્યાર્થીઓને આગામી તા.23મી જૂન સુધીમાં ખુલાસા માટે નોટિસ પાઠવવાનું કારોબારી સમિતિની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે કુલપતિના અધ્યક્ષ સ્થાને ગુરુવારે મળેલી કારોબારીની બેઠકમાં 137 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતીં. જેમાં મહત્વનાં યુનિવર્સિટી એમબીબીએસનાં પ્રથમ વર્ષના ત્રણ નાપાસ વિધાર્થીઓની ઉતર વહી બદલી પાસ કરાયાં હોવાના કૌભાંડ મામલે ગહન વિચાર વિમર્શના અંતે કમિટી દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને યુનિવર્સિટીના કુલપતિ સહિત કારોબારી સમિતિએ સ્વીકારી ત્રણેય વિદ્યાર્થીઓના પરિણામો રદ કેમ ન કરવાં તે માટે ત્રણેય વિદ્યાર્થીઓને નોટીસ પાઠવી હતી અને આગામી તા.23 જૂન સુધીમાં ખુલાસા મંગાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી સાથે જોડાણ કરવા માંગતી 32 કોલેજોને જોડાણ ફી પેટે રૂપિયા 01 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. જ્યારે યુનિવર્સિટીમાં પ્રોબેશનલ પિરયડમાં ફરજ બજાવતા 14 કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કરાયો હતો. તો પાટણની નૂતન કોલેજ, પાલનપુરની કોલેજ અને અન્ય કોલેજમાં ચાલતા વિભાગો બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગમાં RTPCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવા માટેનો પણ નિર્ણય કરાયો હોવાનું યુનિવર્સિટી નાં કાર્યકારી રજિસ્ટ્રારે જણાવ્યું હતું.

યુનિવર્સિટી ખાતે મળેલી કારોબારીની બેઠકમાં કુલપતિ જે જે વોરા, રજીસ્ટાર ડી.એમ.પટેલ, હિસાબી અધિકારી મકવાણા, સબ રજીસ્ટાર જગદીશભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી, દિલીપભાઈ ચૌધરી, અશોકભાઈ શ્રોફ અને સ્નેહલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...