CCCનું પ્રમાણપત્ર:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા CCC પરીક્ષાની ખરાઈનું પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરાઈ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ,પાટણના ગણિત વિભાગ ખાતે કાર્યરત સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ખાતે જે સરકારી કર્મચારીઓએ અગાઉ સીસીસીની પરીક્ષા પાસ કરેલ છે તેમને જો પ્રમાણ પત્ર ની ખરાઈ કરાવવી હોય તો યુનિ દ્વારા ખરાઈ નું પ્રમાણપત્ર આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી ખાતે આવેલા ગણિત વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી વિભાગોમાં નોકરી મેળવવા માટે ફરજિયાત કરવામાં આવેલ સીસીસી કોમ્પ્યુટર પરીક્ષા લેવા માટેનું સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે . જે સેન્ટર માં છેલ્લા ત્રણ વર્ષ માં 5000 થી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા સીસીસીની પરીક્ષાઓ આપવામાં આવી છે અને મોટા ભાગ ના કર્મચારીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરવામાં આવેલ છે. ત્યારે સરકારી નોકરીઓમાં મળતી બઢતી સહિતની કામગીરીમાં કર્મચારીઓને સીસીસી પરીક્ષા જે સેન્ટર ઉપરથી પાસ કરી હોય તે સેન્ટર નું ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી બને છે પરંતુ અત્યાર સુધી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા પરીક્ષા કેન્દ્ર દ્વારા આવા ખરાઈના પ્રમાણપત્ર આપવામાં આવતા ન હતા .જેથી કર્મચારીઓ ને ખરાઈ નું પ્રમાણપત્ર મળી શકતું ન હતું પરંતુ ચાલુ વર્ષે ખરાઇના પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિ દ્વારા 13 ડિસેમ્બર થી આ સેવા શરૂ કરવામાં આવી છે .જેમાં અત્યાર સુધીમાં 18 જેટલા સરકારી કર્મચારીઓ દ્વારા ખરાઈ નું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવામાં આવેલ છે અને મોટાભાગના અરજદારોને તેમનું પ્રમાણપત્ર ખરાઇ કરીને આપી પણ દેવામાં આવ્યુ છે . તેમ સીસીસી પરીક્ષા કો .ઓર્ડીનેટર ભાવેશભાઈ પટેલ અને સહ કો .ઓડીનેટર કિંજલબેન પટેલે જણાવ્યું હતું.

ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે આવતા અરજદારે શુ કરવું ?
સીસીસીનું ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે આવતા અરજદારોએ યુનિવર્સિટી માં રૂ500 નો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી કરવાની હોય છે અને તેમાં જરૂરી પ્રમાણપત્ર જોડવાના રહે છે. ત્યારબાદ સેન્ટર દ્વારા ઉમેદવારે આ સેન્ટર પર પરીક્ષા આપેલ છે કે કેમ અને તે પાસ થયેલ છે કે કેમ તેની ખરાઈ કરીને તેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે બને ત્યાં સુધી ઉમેદવારને એક જ દિવસમાં ખરાઈનું પ્રમાણપત્ર મળી જાય તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે .તેમ સેન્ટર ના કિંજલ બેન પટેલ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...